રાજુલા તાલુકાના ઉચૈયા ગામે દાદાભાઇ લાખાભાઇ ધાખડા પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા મહેશદાદાએ કથાનું રસપાન કરાવ્યું હતું. તા. ૬-નવે.થી ૧ર-નવે. સુધી યોજાયેલ સપ્તાહમાં તા. ૯ના રોજ રાત્રે ભવ્ય ડાયરો યોજાયો હતો. જેમાં કલાકાર શૈલેષ મહારાજ તેમજ લોક સાહિત્યકાર શૈલેષ વાઘેલાએ ભારે રમઝટ બોલાવી હતી. ઉચૈયા સહિત આસપાસના લોકોએ ઉપÂસ્થત રહી ધર્મસભાનો લાભ લીધો હતો. દાદાભાઇ ધાખડા તેમજ તેમના પુત્રો ચંપુભાઇ ધાખડા અને ઉમેશભાઇ ધાખડા દ્વારા સપ્તાહમાં પધારનાર દરેક સાધુ-સંતો, મહેમાનો, રાજકીય આગેવાનો તેમજ કાઠી સમાજના આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્‌ ભાગવત સપ્તાહની ધામધૂમથી પૂર્ણાહુતિ કરાઈ હતી.