ઊગલા ગામની સીમ વાડીમાં રહેતા કનુભાઈ નારણભાઇ સોલંકી સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેમના કુબામાંથી શિયાળ તેમની મુરઘી લઈને ભાગતું હોય જેથી કનુભાઈ તે મુરઘીને છોડાવવા માટે તેની પાછળ પાછળ જતા પાસેની વાડી વાળા ભાણજી લાખા ડાંગોદરા તેમજ શાંતિ લાખા ડાંગોદરાએ પોતાની માલિકીની ખેતીની જમીનના ફરતે પોતાની વાડીમાં સિમેન્ટ થાંભલામાં વીજ કરંટના તારની બાઉન્ડ્રી મારેલ હતી. અને કોઈ માણસ આ તારને અડી જાય તો તેનું મૃત્યુ થઈ શકે છે તેવું જાણતા હોવા છતાં આ વીજ કરંટ રાખ્યો હતો. જેમાં કનુભાઈ વાયરને અડી જતા ઘટના સ્થળે જ તેમનું વીજ કરંટથી શોક લાગવાથી મોત નિપજ્યું હતું. આ અંગે
મૃતકનાં પિતા નારણભાઇ ગોવિંદભાઈ સોલંકીએ ગીરગઢડા પોલીસમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.