સંયુક્ત રાષ્ટ્રના ટોચના માનવાધિકાર અધિકારીઓ સોમવારે ચીનની છ દિવસની મુલાકાતે જશે. કાર્યાલયે જણાવ્યું કે યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્‌સ મિશેલ બેચેલેટ પણ તેમની મુલાકાત દરમિયાન શિનજિયાંગ ક્ષેત્રની મુલાકાત લેશે.
માનવાધિકાર જૂથો અને કેટલાક પશ્ચિમી દેશોની સરકારો આક્ષેપ કરે છે કે ચીનની સરકાર શિનજિયાંગ પ્રદેશમાં ઉઇગુર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓની હત્યા કરી રહી છે. જો કે ચીનની સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે. બેચેલેટ ગુઆંગઝુ, કાશગર અને શિનજિયાંગની પ્રાદેશિક રાજધાની ઉરુમકીની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૫ પછી યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્‌સ દ્વારા ચીનની આ પ્રથમ મુલાકાત હશે. તે ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય અને સ્થાનિક અધિકારીઓ, નાગરિક સમાજ સંગઠનો, વેપારી પ્રતિનિધિઓ અને શિક્ષણવિદો સાથે બેઠક કરશે. ઓફિસે અહેવાલ આપ્યો કે તે ગુઆંગઝુ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે.
પાંચ સભ્યોની ટીમ ૨૫ એપ્રિલના રોજ બેશેલેટની મુલાકાતની તૈયારી માટે ચીન પહોંચી હતી, જેણે ગુઆંગઝુ અને શિનજિયાંગનો પ્રવાસ કર્યો હતો. બેચેલેટે માર્ચમાં જોહેરાત કરી હતી કે તેની ઓફિસે ચીનની સરકાર સાથે કરાર કર્યો છે કે તે શિનજિયાંગની મુલાકાત લઈ શકશે.