રાજુલાના ઉંટીયા ગામે રહેતા અશ્વિનભાઈ લખમણભાઈ પરમાર (ઉ.વ.૧૯)એ રમેશભાઈ ઉકાભાઈ પરમાર નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, અશ્વિનભાઈના ગામના ખીમજીભાઇએ આરોપી ઉપર ફરિયાદ કરી હતી. તેઓ ખીમજીભાઇના છોકરા સાથે રહેતા હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેમને અશ્લીલ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.