બાબરા તાલુકાની ઉંટવડ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. જેમાં સરપંચ રમેશભાઇ ખુંટ, સભ્યો ભાયાભાઇ બાલસરા, હરેશભાઇ ખુંટ, મુક્તાબેન જન, હંસાબેન બારૈયા, સંગીતાબેન ડાભી, બાબુભાઇ ખુંટ, મધુબેન સોરીયા, જયાબેન દાફડા તથા અશોકભાઇ વાળા બિનહરીફ થતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સરપંચ રમેશભાઇ ખુંટે તમામ મતદારો, કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.