બાપ-દીકરીનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ પૈકીનો એક છે. બાપ-દીકરીના પ્રેમના અનેક કિસ્સા સાંભળવા મળે છે પરંતુ બાબરાના ઉંટવડ ગામે એક આંચકાજનક ઘટના બની છે. અહીં પિતાએ ખરીદેલા કપડાં પુત્રીને ન ગમતાં ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે તેરસિંહ હરસિંહ માવડા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ વાડીએ રહીને ખેતી કામ કરે છે. બે દિવસ પહેલા બપોરે બે વાગ્યે તેમની વાડીએ કપડાં વેચવા વાળો આવતાં તેમણે તેની બંને દીકરીઓ માટે કપડાં ખરીદ્યા હતા. જે કપડાં તેની એક દીકરીને નહીં ગમતાં તેને લાગી આવ્યું હતું અને પોતાની મેળે ચણામાં છાંટવાની દવા પી લીધી હતી. જેના કારણે તબિયત લથડતાં જસદણ સારવાર અર્થે લઈ જવાઈ હતી.