નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે તેમ જાણતાં હોવા છતાં કેટલાક ડ્રાઇવરો તેમની આ ટેવ છોડતા નથી. જેના કારણે તેમણે ક્યારેક જીવ પણ ગુમાવવો પડે છે. આ દરમિયાન બાબરાના ઉંટવડ ગામથી કોટડાપીઠા ગામના રસ્તેથી ભુજના માનકુવા ગામનો મુકેશભાઈ રમેશભાઈ કોળી નામનો પુરુષ પીધેલી હાલતમાં ટ્રક ચલાવતાં ઝડપાયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.એસ.કટારા વધુ તપાસ કરી રહ્યા છે.