ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયા બાદ લીવર ડેમેજ થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આજે રવિવારે તેમની સ્થિતિ વધારે નાજુક થતાં વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા.આમ છતાં તેઓને બચાવી શકયા ન હતાં અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિત નેતાઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા.
આશાબેનને મલ્ટી ઓર્ગન ફેઈલ્યોર એટલે કે શરીરનાં અવયવો સારી રીતે કામ નહીં કરતાં હોવાની માહિતી ડોક્ટરે આપી હતી. આશાબેનની તબિયત કથળતાં લોકોમાં ચિંતાનો માહોલ બન્યો હતો આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લેતા તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી
દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયું હતું. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી હાલ તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે તેમની Âસ્થત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી છે.
ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયું છે. જેને લઈને ભાજપના ટોચના અગ્રણીઓ દુખ
વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ આશાબેનના નિધન બાદ દુખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિવટ કરતાં લખ્યું, આશાબેનનાં આકÂસ્મક નિધનથી વ્યથિત છું. ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. પરિવારજનોને સાંત્વના વ્યકત કરું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેનને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે જણાવ્યું છે કે, આશા બહેનના અવસાનથી દુઃખ થયું છે. તેમણે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આશાબહેને આપેલી સેવાની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ઊંઝાના ધારાસભ્ય ડો. શ્રી આશાબેન પટેલના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શÂક્ત આપે અને આશાબેનની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ.
ઉલ્લેખનીય છે કે, મૂળ કોંગ્રેસી એવા આશાબહેન ૨૦૧૭ની વિધાનસભામાં ઊંઝા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા ૨જી ફેબ્રુઆરી,૨૦૧૯ના દિવસે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પાટણ ખાતે ભાજપમાં પૂર્વ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીની હાજરીમાં જાડાયા હતા. ત્યારબાદ તેઓ પેટાચૂંટણીમાં પણ ઊંઝા બેઠક પરથી જિત્યા હતા.