પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને ઓઆઇસીના મહાસચિવ હિસેન ઈબ્રાહિમ તાહા સાથેની બેઠકમાં કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી.આ દરમિયાન બંનેએ કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારની અને તેમના સંઘર્ષને સમર્થન આપવાની જોહેરાત કરી હતી.
ઓઆઇસીની ૧૭મી બેઠક પાકિસ્તાનમાં યોજોઈ હતી.પાકિસ્તાન અને સાઉદી અરબ દ્વારા આયોજીત આ બેઠકમાં કુલ ૫૭ દેશોમાંથી ૨૦ દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. એ પછી ઓઆઇસીના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, જમ્મુ કાશ્મીરના ઘટનાક્રમ તેમજ કાશ્મીરી લોકો દ્વારા તેમના અધિકાર માટે થઈ રહેલા સંઘર્ષમાં સમર્થન આપવા માટે ચર્ચા થઈ છે.સાથે આત્મ નિર્ણયના અધિકાર પર પણ વાત થઈ છે.આ બંને મુદ્દા ઓઆઇસીની તમામ બેઠકોના તમામ પ્રસ્તાવમાં સમાવાયેલા છે તેમજ યુએન અને ઈન્ટરનેશનલ સિક્યુરિટી કાઉન્સીલના પ્રસ્તાવોમાં પણ આ વાત સામેલ છે.
ઓઆઇસીની બેઠકમાં કાશ્મીર મુદ્દો અવાર નવાર ઉછાળવામાં આવતો હોય છે.ગયા મહિને ઓઆઇસીના વિશેષ દૂત પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, હવે પછીની બેઠકમાં કાશ્મીરની સ્થિતિ પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
જોકે ભારતે ઓઆઇસીને અવાર નવાર ચેતવણી આપી છે કે, કાશ્મીર મુદ્દો ભારતનો આંતરિક મામલો છે અને તેનાથી દુર રહો.અમે હંમેશા ઓઆઇસી પાસે અપેક્ષા રાખીએ છે કે, ભારતના આંતરિક મામલા પર તે કોઈ સ્ટેન્ડ ના લે.