ઈસ્તાંબુલમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ્‌સ આઈએસઆઈએસના નવા વડા અબુ અલ હસન અલ કુરૈશીની ધરપકડ કરવામાં આવી છે એવો દાવો કરવામાં આવશે. તુર્કીની ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ઈસ્તાંબુલમાં સત્તાવાળાઓએ અબુ અલ-હસન અલ-કુરૈશીની ધરપકડ કરી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનને અલ-કુરેશીની ધરપકડની જોણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ટૂંક સમયમાં અલ-કુરૈશીની ધરપકડની સત્તાવાર જોહેરાત કરી શકે છે.
મળતી માહિતી મુજબ, અબુ અલ-હસન અલ-કુરૈશીની પોલીસે ઘણી મહેનત બાદ ધરપકડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે અબુ અલ-હસન અલ-કુરૈશી એક ઘરમાં હાજર છે. આ પછી પોલીસે તે ઘરની રેકી શરૂ કરી. આ પછી તુર્કીની પોલીસે સંપૂર્ણ પ્લાનિંગ સાથે ઘર પર દરોડા પાડ્યા હતા. સદનસીબે આ સમયગાળા દરમિયાન કોઈ ગોળીબાર થયો ન હતો. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામિક સ્ટેટ્‌સના અગાઉના નેતા ફેબ્રુઆરીમાં સીરિયામાં અમેરિકી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.