અમરેલી જિલ્લા સહકાર સંમેલનનું આયોજન અમરેલીના ઈશ્વરીયા ગામે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયું હતુ.
આ સહકાર સંમેલનમાં પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જેવી કાકડિયા, જનકભાઈ તળાવિયા સહિત ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંબોધન કરતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે દરેક સહકારી કાર્યકર્તા પોતાનું બુથ મજબૂત થાય તે માટે પ્રયત્ન કરે અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એક કમળ અમરેલીનું જવુ જાઈએ. દિલીપભાઈ સંઘાણીએ ભારત સરકારનું સહકાર મંત્રાલય બન્યા બાદ ડેટાબેઝ તૈયાર કરવો, રાષ્ટ્રીય કક્ષાએ ઓર્ગેનિક બીજ તથા એક્સપોર્ટના નિગમો બનાવ્યા અને ખેડૂતો સીધા વેપાર કરી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર મંત્રાલય દ્વારા નવી નવી યોજનાઓ અને ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલો છે તે અંગેની માળખાકીય સુવિધાઓ શું શું આપવામાં આવેલી છે, યોજનાઓ કઈ કઈ છે તે બાબતે ઊંડાણપૂર્વક વિગતો આપી હતી. તેમજ કોંગ્રેસની સરકારમાં ખેડૂતને કેસીસી ધિરાણ ૧૮% એ મળતું હતું તે અત્યારે ખેડૂતોને વગર વ્યાજે કેસીસી ધિરાણ મળે છે એ બાબતે વાત કરી હતી. પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અબ કી બાર ૪૦૦ કે પાર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાંચ લાખ કરતાં વધારે મતોથી વિજેતા થાય તે માટે કામે લાગવા અપીલ કરી હતી. આ તકે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ કે કોંગ્રેસ પાર્ટી હિન્દુત્વ વિરોધી પાર્ટી છે અને ભરતભાઈ સુતરીયાને જંગી બહુમતી જીતાડવા માટે અપીલ કરી હતી. સાંસદ નારણભાઈ કાછડીયા અશ્વિનભાઈ સાવલિયા સહિતનાઓએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું અને સ્વાગત પ્રવચન અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણીએ કર્યુ અને આભાર વિધિ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયાએ કરી હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના સહકારી આગેવાનો કાર્યકર્તાઓ અને ઈશ્વરીયાના આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.