દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવા અને સહકારની યાત્રા આગળ વધારવા માટે તેમજ છેવાડાના માનવીને મદદરૂપ થવાના આશયથી અમરેલી જિલ્લા સહકાર પરિવાર દ્વારા અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામે આજરોજ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સહકારી આગેવાનો, બંધુઓને પધારવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ખાસ ઉપÂસ્થત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડીયા હાજર રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય જે.વી. કાકડીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ઉપÂસ્થત રહેશે. આ કાર્યક્રમના આયોજક અને નિમંત્રક અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા તેમજ અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી છે. આ સહકાર સંમેલનમાં હાજર રહેવા સહકારી આગેવાનોને અનુરોધ કરાયો છે.