મુંબઈમાં એક એવોર્ડ શોમાં ઈશા અંબાણીના લુકે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશાને શનિવારે ‘આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરીને બેસ્ટ ઈન્ટીરિયર ડિઝાઈનર અને કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે હાર્પર બજારના વુમન ઓફ ધ યર એવોર્ડ્સ ૨૦૨૪માં શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અનન્યા પાંડેએ હાર્પર બજાર વિમેન ઓફ ધ યર એવોર્ડ્સ ૨૦૨૪માં ‘સ્પોટલાઈટ એક્ટ્રેસ ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો.
ઈશા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈશા ઈવેન્ટમાં બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં જોવા મળી હતી. તેણે સ્લીવલેસ વ્હાઇટ ટોપ સાથે લાંબો બ્લેક સ્કર્ટ પહેર્યો હતો. ઈશાએ સિમ્પલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેનો આ લુક ચર્ચામાં છે. એટલું જ નહીં આ એવોર્ડ નાઈટમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રીઓ પણ જોવા મળી હતી.
ઈશાએ પોતાની જીતનો શ્રેય તેની માતા નીતા અંબાણી અને તેની પુત્રી આદિયાને આપ્યો છે. તેણે કહ્યું, ‘હું આ એવોર્ડ મારી પુત્રી આદિયાને સમર્પિત કરવા માંગુ છું જે મને દરરોજ વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે.’ તેણે તેની માતાને પોતાનો રોલ મોડલ ગણાવ્યો, જેણે હંમેશા તેને સપોર્ટ કર્યો છે. તેણીએ કહ્યું, ‘હું તેને હંમેશા કહું છું, મમ્મી, મને ટેકો આપવા બદલ આભાર, જેથી હું તેની સાથે આ રેસમાં દોડી શકું અને તેના કારણે જ હું આજે અહીં છું.’
આ પછી ઈશાએ ગૌરી અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા. ઈશા અનન્યા પાંડે અને ભાવના પાંડે સાથે પણ જોવા મળી હતી. ઈશા અંબાણી ઉપરાંત, એવોર્ડ શોમાં બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન, પેરાલિમ્પિક સ્ટાર અવની લેખારા, અનન્યા પાંડે (જેમણે કોલ મી બે અને સીટીઆરએલમાં તેના કામ માટે સ્પોટલાઈટ ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો) અને ગૌરી ખાનનું પણ સન્માન કર્યું હતું.