બોલીવુડની સુપરબોલ્ડ એક્ટ્રેસ જન્નત-૨થી ડેબ્યૂ કરનારી ઈશા ગુપ્તા આજે પણ લોકોના ફેવરિટ લિસ્ટમાં શામેલ છે. ઈશાને તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણવામાં આવે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના શાનદાર ફોટો શેર કરે છે. ત્યારે હવે ઈશાએ બોલીવુડના કડવા સત્ય વિશે ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, કેવી રીતે એક પ્રોડ્યૂસર સાથે સૂવાની મનાઈ કરતા તેમને ફિલ્મમાંથ બહાર કાઢવામાં આવ્યા. ઈશા ગુપ્તાએ હાલમાં જ બોલીવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈન્ડસ્ટ્રીઝના કડવા સત્યને ઉજાગર કર્યું હતુ. ઈશાએ કહ્યું કે, બોલીવુડના એક જાણીતા પ્રોડ્યૂસરે મને એટલા માટે ફિલ્મમાંથી બહાર કાઢી કેમ કે, મે તેમની સાતે સૂવાની ના પાડી. તેમને કહ્યું કે, સ્ટ્રગલના દિવસોમાં મેકઅપ આર્ટિસ્ટની સાથે રૂમ શેર કરતી હતી. મે તે માટે બહાનું કાઢ્યું હતું કે, હું નવી છું એટલા માટે અહીં એકલી નહીં સૂઈ શકું. હકીકતમાં હું કોઈ ભૂત-પ્રેતથી નહીં પણ એક માણસથી ડરતી હતી. ઈશાએ પોતાના ડર વિશે જણાવતા કહ્યું કે, મે એક માણસનું ખરાબ રૂપ જાયું હતું. જેનાથી હું ખુબ જ ડરી ગઈ હતી. ફિલ્મની શૂટિંગ વચ્ચે જ પ્રોડ્યૂસરે કહ્યું કે, તેઓ મારી સાથે હવ કામ કરવા નથી માગતા. ત્યાં સુધી હું પાંચ દિવસનું શૂટિંગ કરી ચૂકી હતી. મેં તેમની સાથે એક બેડરૂમમાં સૂવાની ના પાડતા તેમને મારી સાથે કામ કરવાની મનાઈ કરી હતી. ઈશાની માનીએ તો આ મામલામાં સ્ટારકિડ્‌સને ફાયદો થાય છે. તેમને કહ્યું કે, હું સીધે સીધું કહી જ કહેવા નથી માગતી. અને સમસ્યા એ છે કે, જા તમે કંઈ બોલ્યા તો પણ મુશ્કેલી તમારે જ વેઠવી પડે છે. જા કે, તેમની હિમ્મત નથી થતી તે તેઓ સ્ટારકિડ્‌સને કંઈ પણ કહે. કેમ કે, તેમના પેરેન્ટ્‌સનો ગુસ્સો તેમને સહન કરવો પડે છે. પરંતુ આઉટસાઈડર્સની મજબૂરીનો બધા જ ફાયદો ઉઠાવે છે. ઈશા ગુપ્તાએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૭માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ મેળવીને કરી હતી. જે બાદ તેમને મહેશ ભટ્ટ પ્રોડક્શન હાઉસની ફિલ્મ જન્નત-૨થી બોલીવુડમાં પગલું માંડ્યું. ઈશાને ઈન્ડિયાની એંજેલીના જાલી પણ કહે છે. તેમને આ ઉપાધિ મહેશ ભટ્ટે આપી હતી. તે બાદ તેમને રાજ ઉડી, રસ્તમ, બાદશાહો, કમાન્ડો-૨ સિવાય પણ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરેલું છે.