મધ્ય-પૂર્વમાં વધી રહેલો તણાવ હવે માત્ર બે દેશો વચ્ચેનો જંગ નથી રહ્યો, પરંતુ તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે વિનાશક સાબિત થઈ શકે છે. સ્કોટલેન્ડની પ્રતિષ્ઠિત સંસ્થા વૂડ મેકેન્ઝીના તાજેતરના રિપોર્ટ અનુસાર, જા આ યુદ્ધ આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે, તો વિશ્વ ૧૯૨૯ જેવી ‘ગ્રેટ ડિપ્રેસન’ (મહામંદી) માં પ્રવેશી શકે છે.
ક્રૂડ ઓઈલ ઇં૨૦૦ને પાર કરી શકે છે. હાર્મુઝની સામુદ્રધુનીમાં જા ગતિરોધ સર્જાય, તો કાચા તેલની કિંમતો ઇં૧૫૦ થી ઇં૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ ૧૯૭૦ના દાયકાના તેલ સંકટ કરતાં પણ મોટો ફટકો હશે. આ ઉપરાંત ગેસ સંકટ પણ સર્જાઇ શકે છે. દુનિયાનો ૨૦% સપ્લાય હાર્મુઝથી થાય છે. અહીં અડચણ આવતા યુરોપ અને એશિયામાં ગેસના ભાવ ૧૩૦% સુધી વધી શકે છે, જે રશિયા-યુક્રેન યુદ્ધ કરતા પણ ભયાનક હશે. આ ઉપરાંત ય્ડ્ઢઁ માં કડાકો થઇ શકે છે. તેલના ભાવ ઇં૧૫૦ પર પહોંચતા વૈશ્વિક વિકાસ દર ૨% ની નીચે જઈ શકે છે, જે સત્તાવાર રીતે મંદીની જાહેરાત હશે.
વૂડ મેકેન્ઝી જે મંદીની સરખામણી કરી રહ્યું છે, તે આધુનિક ઇતિહાસનો સૌથી ખરાબ આર્થિક તબક્કો હતો. ઓક્ટોબર ૧૯૨૯માં અમેરિકાના શેરબજાર (વોલ સ્ટ્રીટ) ના પતનથી થઈ હતી. બેંકો ઠપ થઈ ગઈ, ઉત્પાદન ઘટ્યું અને લાખો લોકો બેરોજગાર થયા. એકલા અમેરિકામાં જ ૧.૫ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી. આ સંકટ ૧૯૩૯-૪૦માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાથે સમાપ્ત થયું હતું.
છેલ્લા એક સપ્તાહમાં ઈરાનમાં ૧,૨૩૦ લોકોના મોત થયા છે અને ૫,૦૦૦થી વધુ ઘાયલ છે. લેબનાનમાં ૨૧૭ અને ઇઝરાયલમાં ૧૨ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધના પ્રથમ ૫ દિવસમાં જ વૈશ્વિક શેરબજારોમાંથી ઇં૩.૨ ટ્રિલિયન (આશરે ૨૬૫ લાખ કરોડ) સાફ થઈ ગયા છે. વિશ્વભરમાં ૨૧,૩૦૦ થી વધુ ફ્લાઇટ્‌સ રદ થઈ છે. એર ઈન્ડિયા અને ઇન્ડિગો જેવી કંપનીઓએ રૂટ ડાયવર્ટ કરતા ફ્લાઇટ ખર્ચમાં ધરખમ વધારો થયો છે. હાર્મુઝનો રસ્તો બંધ થવાથી ભારત, ચીન અને જાપાન જેવા દેશોની ઊર્જા સુરક્ષા જાખમમાં મુકાઈ છે. માલસામાનની હેરફેર ૨૦% મોંઘી થવાની શક્યતા છે. જા આ સંઘર્ષ જલ્દી ન અટક્યો તો મોંઘવારીમાં ૧% નો સીધો વધારો અને બેરોજગારીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. શું વિશ્વના નેતાઓ આ આર્થિક સુનામીને રોકી શકશે?