ઈરાનના પોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત શિપિંગ કંપનીએ ઇસ્લામિક પ્રજાસત્તાકને પાર કરતા નવા વેપાર કોરિડોરનો ઉપયોગ કરીને રશિયન બનાવટના માલના પ્રથમ કન્સાઇનમેન્ટને ભારતમાં મોકલવાનું શરૂ કર્યું છે.આમ યુક્રેન અને રશિયા યુદ્ધની વેપાર પર વધુ વિપરિત અસર ન પડે તે બાબતે નવા ટ્રેન્ડ કોરિડોરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.જેમા રશિયન કાર્ગોમાં લાકડાના લેમિનેટ શીટથી બનેલા બે ૪૦-ફૂટ કન્ટેનર છે,જેનું વજન ૪૧ ટન જેટલુ છે.ત્યારે આ કાર્ગો રશિયાના સેન્ટ પીટર્સબર્ગ થી કૈક્સ્પિયન સાગર પોર્ટ ખાતે રવાના થયું છે.
જે કોરિડોરનું પરીક્ષણ કરવા માટેનો કાર્ગો,જેને તેણે પ્રારંભિક પાયલોટ ટ્રાન્સફર તરીકે વર્ણવ્યો છે,તે ક્યારે મોકલવામાં આવ્યો હતો અથવા શિપમેન્ટમાં કયા પ્રકારનો સામાન હતો એ અંગે ૈંઇદ્ગછએ જણાવ્યું હતું કે આસ્ટ્રાખાન થી કાર્ગો કેક્સ્પિયનની લંબાઈને પાર કરીને ઉત્તરી ઈરાનના પોર્ટ અંજાલી સુધી પાર કરશે અને પર્સિયન ગલ્ફ પર પોર્ટ અબ્બાસના દક્ષિણ પોર્ટ સુધી સડક માર્ગે લઈ જવામાં આવશે.જ્યાથી તેને જહાજ પર લાદવામાં આવશે અને ન્હાવાશેવાના ભારતીય પોર્ટ પર પર મોકલવામાં આવશે.
આમ યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ઈરાનના અધિકારીઓ ઉત્તર-દક્ષિણ ટ્રાન્ઝિટ કોરિડોર વિકસાવવા માટે અટકેલા પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવા આતુર બન્યા છે જે રશિયાને એશિયન નિકાસ બજારો સાથે જાડવા માટે ઈરાનનો ઉપયોગ કરે છે.આ યોજનામાં એક રેલ રોડલાઈનનું નિર્માણ સામેલ છે,જે ઈરાની કેક્સ્પિયન સાગરના પોર્ટો પર પહોંચતા માલસામાનને ચાબહારના દક્ષિણ-પૂર્વ પોર્ટ સુધી પહોંચાડી શકે તેમ છે.