ઈઝરાયલ અને અમેરિકાએ શનિવારે તેહરાનના બુશેહર પરમાણુ સુવિધા પર ચોથો મોટો હુમલો કર્યા બાદ ઈરાને પહેલીવાર પોતાના દુશ્મનોને પરમાણુ ધમકી આપી છે. ઈરાને જણાવ્યું હતું કે ઈઝરાયલ અને અમેરિકા જે કરી રહ્યા છે તેનાથી તેહરાનને કોઈ નુકસાન થશે નહીં, પરંતુ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત , કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન જેવા દેશોમાં જીવન સંપૂર્ણપણે નાશ પામશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ તેમના એકસ એકાઉન્ટ પર એક પોસ્ટમાં આ ધમકી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઈઝરાયલ અને અમેરિકાએ અત્યાર સુધીમાં આપણા બુશેહર પરમાણુ પ્લાન્ટ પર ચાર વખત બોમ્બમારો કર્યો છે. જા કિરણોત્સર્ગી પરિણામ આવે છે, તો તે તેહરાનમાં નહીં, પરંતુ જીસીસી દેશોની રાજધાનીઓ (સાઉદી અરેબિયા,યુએઈ, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન) માં જીવનનો નાશ કરશે. ઈઝરાયલ અને અમેરિકાએ શનિવારે ઈરાન પર આ હુમલો કર્યો હતો, જ્યારે ઈરાને છેલ્લા ૨૪ કલાકમાં બે યુએસ ફાઇટર જેટ, એક મોટું છ-૧૦ વિમાન, અનેક હેલિકોપ્ટર, બે એમકયુ-૯ ડ્રોન અને અનેક યુએસ ક્રુઝ મિસાઈલો તોડી પાડી હતી. આનાથી ગુસ્સે ભરાઈને, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સે બુશેહર પરમાણુ પ્લાન્ટ પર ચોથો હુમલો કર્યો.
ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પણ તેમની પોસ્ટમાં પશ્ચિમી દેશોને અરીસો આપ્યો. તેમણે લખ્યું, “યુક્રેનના ઝાપોરીઝ્ઝીયા પરમાણુ પાવર પ્લાન્ટ નજીક પ્રતિકૂળ પ્રવૃત્તિઓ પર પશ્ચિમી દેશોનો આક્રોશ યાદ છે ? ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સે અત્યાર સુધીમાં ચાર વખત આપણા બુશેહર પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો છે. કિરણોત્સર્ગી પરિણામ ફક્ત તેહરાનમાં જ નહીં, પરંતુ જીસીસી દેશોની રાજધાનીઓ (સાઉદી અરેબિયા,યુએઈ, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન) માં પણ જીવનનો નાશ કરશે. આપણા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પરના હુમલાઓ તેમના સાચા હેતુઓ પણ સ્પષ્ટપણે દર્શાવે છે.”
અબ્બાસ અરાઘચીએ એમ પણ કહ્યું કે યુદ્ધ ઇરાન પર લાદવામાં આવ્યું છે. તે શરતી અને કાયમી ઉકેલ ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે કામચલાઉ ઉકેલ અર્થહીન છે.