(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૧૯
અમેરિકી રાષ્ટÙપતિની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપનો પર્દાફાશ થયો છે. વાસ્તવમાં, અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી એફબીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે ઈરાની હેકર્સે ભૂતપૂર્વ રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અભિયાનમાં ઘૂસીને ટ્રમ્પના પ્રચાર દસ્તાવેજાની ચોરી કરી છે અને તેને જા બિડેનની પ્રચાર ટીમ સાથે શેર કરી છે. આ ઘટના જૂન-જુલાઈમાં બની હતી અને હવે જા બિડેન રાષ્ટપતિ પદની રેસમાંથી ખસી ગયા છે અને તેમની જગ્યાએ ડેમોક્રેટ પાર્ટી તરફથી કમલા હેરિસ રાષ્ટપતિ પદના ઉમેદવાર છે.યુએસ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ‘હેકર્સે જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં જા બિડેનના અભિયાન સાથે જાડાયેલા લોકોને કેટલાક ઈમેલ મોકલ્યા હતા. આ ઈમેલ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર દસ્તાવેજામાંથી ચોરાયેલી માહિતી પણ હતી. ઈરાન પર પહેલાથી જ અમેરિકી રાષ્ટપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે. હવે તપાસમાં આ વાતની પુષ્ટિ થયા બાદ યુએસ જસ્ટસ ડિપાર્ટમેન્ટ આ કેસમાં આરોપ ઘડવાની તૈયારી કરી રહ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી એફબીઆઈનું કહેવું છે કે ચૂંટણીમાં મતદારોનો વિશ્વાસ નબળો પાડવા અને અરાજકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી આ હેકિંગ કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પની ઝુંબેશ ટીમે ૧૦ ઓગસ્ટે દાવો કર્યો હતો કે તેમના પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો અને ઈરાની હેકરોને દોષી ઠેરવ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ માહિતીની ચોરી કરીને ઘણી ન્યૂઝ ચેનલોને મોકલવામાં આવી હતી. જાકે, આ ન્યૂઝ ચેનલોએ હેકર્સ દ્વારા એફબીઆઈને મોકલવામાં આવેલા દસ્તાવેજાની માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મોકલવામાં આવેલી માહિતીમાં રિપબ્લકન પાર્ટીના ઉપરાષ્ટપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ વિશેના સંશોધન દસ્તાવેજાનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ દસ્તાવેજા જેડી વેન્સને ઉપરાષ્ટપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા તેના કેટલાક મહિના પહેલાના છે.