અમદાવાદમાં ખોખરામાં રહેતા અને ફ્રૂટનો વ્યવસાય કરતી એક વ્યક્તિને ઈરાની સફરજન મંગાવી આપવાનું કહીને બે શખ્સોએ તેની સાથે ૧૫.૭૦ લાખની છેતરપિંડી કરી હતી.આ બનાવની વિગતચ મુજબ ખોરામાં રાધે બંગ્લોઝમાં રહેતા વિપુલભાઈ એ.અગ્રવાલ અનુપમ સિનેમા પાસ શ્રી મહાકાળી ફ્રૂટ સેન્ટર તથા શ્રી આશાપુરી ફ્રૂટ સેન્ટર નામની દુકાન ધરાવી ફ્રૂટનો વ્યવસાય કરે છે.
દરમિયાન પાલડીમાં રહેતા અશોક એસ.પ્રજાપતિ અને મુંબઈ નજીકના થાણેમાં રહેતા મજહરખાન એમ.પઠાણે ભેગા મળીને ઈરાનથી સફરજનનો ધંધો કરવાનો હોવાથી આ બાબતે વિપુલભાઈ અગ્રવાલ સાથે વાતચીત કરી હતી. તેમણે વિપુલભાઈને રૂ.૨૨,૯૫,૦૦૦માં બે કન્ટેનર ઈરાની સફરજન મંગાવી આપવાનું તથા તમામ પ્રોસેસ શીખવાડવાનું કહીને તેમની પાસેથી રૂ.૨૨,૯૫,૦૦૦ લીધા હતા.
જાકે બાદમાં તેમણે ઈરાની સફરજનનો માલ નહી પહોંચાડતા વિપુલભાઈએ રૂપિયા પરત માંગ્યા હતા. આથી બન્ને શખ્સોએ રૂ.૭,૨૫,૦૦૦ પરત આપ્યા હતા. જાકે બાકીના રૂ.૧૫,૭૦,૦૦૦ પરત ન આપીને છેતરપિંડી કરી હતી. આ અંગે વિપુલભાઈએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









































