(એ.આર.એલ),મુંબઇ,તા.૧૬
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રી સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે અનેક પ્રસંગોએ જાવા મળી હતી. બંનેને જાઈને ફેન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે આ વાત કન્ફર્મ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેનું કારણ છે માલદીવના વેકેશનના બંનેના સમાન ફોટો.
તાજેતરમાં, પલક તિવારી અને ઈબ્રાહિમ અલીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના વેકેશનના ફોટો અને વીડિયો શેર કર્યા, જેમાં ફેન્સે બંનેના મેચિંગ બેકગ્રાઉન્ડ પર ધ્યાન આપ્યું. જેમાં પૂલ સાઈડના ફોટા અને ફૂડની ઝલક જાવા મળી હતી. આ જાઈને ફેન્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.
થોડા દિવસો પહેલા પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન પણ અબુ જાની અને સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં સાથે જાવા મળ્યા હતા. બંને ગળે મળતા પણ જાવા મળ્યા હતા. તેના વીડિયોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જાકે તેમણે ક્યારેય આ સંબંધની પુષ્ટિ નથી કરી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પલક તિવારીએ સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તે ‘ધ સેફ્રોન ચેપ્ટર’ માં રોઝીની મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. જ્યારે ઈબ્રાહિમ ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ‘સરઝમીન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે.