ગઈકાલે સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં સહકારનું સોફટ લોન્ચીંગ થયુ
અમરેલી,તા.૯
અમરેલી જિલ્લાના સહકારી અગ્રણી અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પોતાના પત્ની સાથે દિલ્હીથી ન્યૂયોર્ક પહોચ્યા હતા. સંયુકત રાષ્ટ્રએ આગામી વર્ષ એટલે કે ર૦રપને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ જાહેર કરતા ગઈકાલે તા.૯ જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્ર, મુખ્યાલયમાં સહકારનું સોફટ લોન્ચીંગ થયુ હતું. આ કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિમંડળને આંતરરાષ્ટ્રીય કોઓપરેટીવ એલાયન્સે આમંત્રણ આપ્યુ હતું. આ કાર્યક્રમમાં હાજર રહેવા ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, તેમના પત્ની ગીતાબેન સંઘાણી અને સંયુકત મહાપ્રબંધક (સહકારી વિકાસ)ના સંતોષકુમાર શુકલા ન્યૂ દિલ્હીથી ન્યૂયોર્ક પહોચ્યા હતા.