દિગ્ગજ સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના ડાયરેકટર તરીકે બિનહરીફ વરણી થઈ છે. જૂનાગઢ ખાતે વડાપ્રધાનની સભા દરમ્યાન તેમની વરણીની જાણ થતા જ અમરેલીના આગેવાનોએ આવકારી અને દિલીપભાઈ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.