મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોરમાં ૩૪ વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કાર અને તેને નગ્ન અવસ્થામાં ડાન્સ કરવા માટે મજબૂર કરવા બદલ પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ જાણકારી આપી.
મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશના ૧૯ દિવસ બાદ આ કેસ નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટે પોલીસને મહિલાની ફરિયાદ પર વિચાર કરીને ૯૦ દિવસમાં તેનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે મહિલાએ કનેડિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે કે આરોપીઓ તેને ૧૧ જૂનના રોજ બળજબરીથી એક વેરહાઉસમાં લઈ ગયા હતા જ્યાં ટીવી પર પોર્ન વીડિયો જાયા બાદ તેમણે તેની સાથે ગેંગરેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે મહિલાએ એફઆઈઆરમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે કથિત ઘટના દરમિયાન તેને બેલ્ટથી મારવામાં આવી હતી અને અડધા કલાક સુધી નગ્ન થઈને ડાન્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે મહિલાની ફરિયાદ પર પોલીસે સોમવારે મોડી રાત્રે ભારતીય દંડ સંહિતાની સંબંધિત જાગવાઈઓ હેઠળ પાંચ આરોપીઓ વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અભિનય વિશ્વકર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે કેસની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓના નામ જાહેર કર્યા વિના તેમણે કહ્યું કે તપાસમાં મળેલા પુરાવાના આધારે કેસમાં યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે.
પીડિત મહિલાએ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠમાં અરજી દાખલ કરી હતી કે તેણે ૧૭ જુલાઈના રોજ કનેડિયા પોલીસ સ્ટેશનમાં તેના પર થયેલા કથિત સામૂહિક બળાત્કાર અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
૧૪ ઓગસ્ટે કોર્ટે કનેડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને મહિલાની ફરિયાદ પર વિચાર કરીને ૯૦ દિવસમાં તેનો નિકાલ કરવા અને યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો હતો. દરમિયાન, રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ, પોલીસે મહિલાની ફરિયાદ પર એફઆઇઆર નોંધવામાં વિલંબ કર્યો કારણ કે એક આરોપી શાસક પક્ષ સાથે સંકળાયેલો છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ આ આરોપને ફગાવી દીધો હતો. સલુજાએ કહ્યું કે આરોપી કોઈ પણ હોય, પીડિતાને ભાજપ સરકારમાં ચોક્કસ ન્યાય મળશે. જાકે, મને જાણવા મળ્યું છે કે મહિલા સંડોવાયેલા કેસમાં બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.