ઈન્દોરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક દુષ્કર્મી પિતાએ પોતાની સગી દીકરીનું ગળુ દબાવી હત્યા કરી દીધી છે. પિતા પહેલા દીકરી-દીકરાને મેળો બતાવવા લઇ ગયો. ત્યાર પછી અડધા રસ્તે દીકરાને ઘરે મોકલી દીધો અને દીકરીને તેની સાથે લઈ ગયો અને ઘરની નજીક પુલ પાસે દીકરીનું ગળુ દબાવી હત્યા કરી દીધી. પિતાના આ હુમલાથી બચવા પુત્રીએ એટલો સંઘર્ષ કર્યો કે તેના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મોંઢા અને નાકમાંથી પણ લોહી વહી ચૂક્યુ હતું. પગની આંગળીઓ પર પથ્થર જેવા ભારે વસ્તુથી હુમલો કર્યાના નિશાન પણ મળ્યા છે. હાલ આરોપી પિતા ફરાર છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.
એએસઆઇ રાજેશ કુમાર જૈન પ્રમાણે ઘટના માંગલિયાની પાસે બજરંગ નગર કાંકડની છે. અહીં રહેનારા ૧૬ વર્ષની નાઝિયાને તેના પિતા રઈસ ખાને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. રાતે નાઝિયાના મામા કલ્લૂ તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં થોડા સમય બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આરોપીને તેની દીકરીના ચરિત્ર પર શંકા હતી.
માતાએ જણાવ્યું કે તેના પિતા દીકરીને રઈસ ખજરાના વિસ્તારમાં યોજાતો મેળો બતાવવા લઈ ગયા હતા. મારો નાનો દીકરો પણ તેની સાથે હતો. હું દવા લેવા ગઈ હતી, તે સમયે તે બંને બાળકોને લઈ ગયો હતો. જ્યારે હું પાછી આવી ત્યારે તેઓ ઘરે ન હતા. થોડી વાર પછી દીકરો બાઇક લઈને પાછો આવ્યો. મેં પૂછ્યું તો તેણે કહ્યું કે પિતાએ તેને ઘરે જવાનું કહ્યું અને તે પોતે પુત્રી સાથે પુલ પાસે નીચે ઉતરી ગયો. માતાએ જણાવ્યું કે પિતા તેની દીકરીને રોજ મારતા હતા. આ કારણે માતાને શંકા ગઈ, તેથી તરત જ તેના નાના ભાઈ કલ્લુને ફોન કરીને પુત્રીને શોધવા નીકળી ગઈ.
જ્યારે બાળકીની માતા અને તેનો ભાઈ રઈસને શોધતા બ્રિજ પર પહોંચ્યા ત્યારે તેઓએ નાઝિયાને બેભાન હાલતમાં જાઈ, પરંતુ નાઝિયાના પિતા રઈસ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કલ્લુ અને નાઝિયાની માતા પહેલા નાઝિયાને બાઇક અને પછી ઓટો રિક્ષામાં એમવાય હોસ્પિટલ લઈ ગઈ. કલ્લુએ જણાવ્યું કે ત્યાં સુધી તે શ્વાસ લઈ રહી હતી. તબીબોએ તેની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરતાં જ નાઝિયાનું અવસાન થયું હતું. પત્ની પ્રમાણે તેનો પતિ રઈસ ટ્રક ડ્રાઈવર છે. તેના પર પહેલેથી ઘણા કેસ નોંધાયેલા છે. તે તેની દીકરીને રોજ મારતો હતો, તેના ચરિત્ર અંગે શંકા કરતો હતો.