દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિત્તે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વ.ઈન્દિરા ગાંધીએ ભારત નિર્માણ માટે કરેલા યોગદાનને યાદ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગી પ્રમુખ ડી.કે.રૈયાણી, હંસાબેન જાષી, જનકભાઈ પંડયા, મનિષભાઈ ભંડેરી, વિપુલભાઈ પોંકીયા, રમેશભાઈ ગોહિલ, જગદીશભાઈ તળાવીયા, દિનેશભાઈ પરમાર, જમાલભાઈ મોગલ, રસીકભાઈ રાઠોડ, મુકેશભાઈ ડેની સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા. આ કાર્યક્રમના આયોજન માટે વસંતભાઈ કાબરીયાએ જહેમત ઉઠાવી હતી.