હાલ વીકએન્ડના સમયમાં (શનિ અને રવિવારે) ગુજરાતના બે પ્રસિદ્ધ શહેર એટલે કે રાજકોટ અને ભરૂચમાં ઈઈન્ડીયન એર ફોર્સનો રોમાંચક એર શોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે શનિવારે ભરૂચ શહેરમાં સારંગ અને આકાશગંગા ટીમોના દિલધડક કરતબોથી  લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.ઈઈન્ડીયન એરફોર્સના આ એર શોથી ભરૂચ શહેરને એક અવિસ્મરણીય ક્ષણનો અનુભવ મળ્યો હતો, ત્યારે આવતીકાલે રાજકોટમાં પણ પ્રથમવાર આવા જ એર શોનું આયોજન થવાનું હોવાથી રાજકોટવાસીઓ ઉત્સાહિત જાવા મળી રહ્યા છે.આજે શનિવારે ભરૂચ શહેરમાં શાળાના બાળકો અને નાગરિકો માટે બીડીએમએ,બીસીસી તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈઈન્ડીયન એર ફોર્સની સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો કરીને લોકોને રોમાંચિત કરી દીધા હતા.કાર્યક્રમ દરમિયાન સારંગ ટીમના ચાર હેલિકોપ્ટરોએ આકાશમાં અદભૂત સંતુલન, ઝડપ અને સમન્વય સાથે હવાઈ કરતબો રજૂ કર્યા હતા, જ્યારે આકાશગંગા ટીમના છ પેરાશૂટ ગ્લાઈડરો આકાશમાંથી ઉતરીને દિલધડક પેરાજમ્પીગ કરીને લોકોની નજરો ખેંચી લીધી હતી.આ પ્રેરણાદાયક એર શો અને પેરાશૂટ જમ્પીગ શો પણ યોજાયો હતો. જે શો નિહાળવા માટે હજારોની સંખ્યામાં ભરૂચવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પણ શિક્ષકો સાથે હાજર રહ્યા હતા અને ભારતીય વાયુસેનાના સાહસિક કારનામાઓ જાઈને ગર્વ અનુભવ્યો હતો. આ પ્રસંગે એર ફોર્સના કમાન્ડરે વિદ્યાર્થીઓને સંદેશ આપતાં જણાવ્યું કે, “યુવાનો માટે વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે અનંત તકો છે, યોગ્ય દિશા અને સંકલ્પથી કોઈ પણ અહીં સુધી પહોંચી શકે છે.” હાલ ભરૂચમાં આ એર શો યોજાયા બાદ હવે આવતી કાલે રવિવાર (૭ ડિસેમ્બરે) રાજકોટ શહેરમાં પણ સૌ પ્રથમવાર ઈઈન્ડીયન એરફોર્સનો એર શો યોજાવાનો છે, ત્યારે હાલના સમયમાં શહેરના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે પણ આજે સૂર્ય કિરણ એરશોનું ફાઇનલ રિહર્સલ થઈ રહ્યું છે.આવતીકાલે રાજકોટમાં પણ એર શો સાથે ભારતીય વાયુસેનાના પરાક્રમની ઝલક જાવા મળી રહી છે. હવે આવતી કાલે રવિવારે સવારે ૧૦થી ૧૧ વાગ્યે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ અહીં એર શો સાથે સાથે શસ્ત્રી પ્રદર્શન પણ યોજાશે.નોંધનીય છે કે, આ કાર્યક્રમોનો હેતુ બાળકોમાં દેશપ્રેમ, શૌર્ય અને વાયુસેનામાં જાડાવાની પ્રેરણા ફેલાવવાનો છે. ત્યારે આજે ભરૂચના નાગરિકોએ પણ આ રોમાંચક એર શોની ભરપૂર પ્રશંસા કરી હતી. હવે આવતી કાલે રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત આ એર શોનું આયોજન કરાયું છે.રાજકોટમાં આવતીકાલે એર શો સાથે સુરીલી ધૂન દ્વારા બેન્ડ શો પણ પ્રસ્તુત કરવામાં આવશે, સાથે જ રેસકોર્સ ખાતે આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજવામાં આવશે. જેથી તમામ રાજકોટવાસીઓ આવતીકાલના દિવસની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે.