ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ૧૬માં ઈન્ટરનેશનલ મેકફેર લખનૌ ખાતે ભાગ લેવા રવાના થયા. જેમાં ડ્રામા, કલ્ચર પ્રોગ્રામ, સાયન્ટીસ્ટ જેવા કાર્યક્રમોમાં જાડાશે. ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનાં મેનેજીંગ ટ્રસ્ટી પૂ. ડો. રતિદાદા, સંસ્થાનાં ડાયરેકટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા તથા શાળાના સ્ટાફગણે શુભેચ્છા પાઠવી અને સન્માનપૂર્વક વિદાય આપી હતી.