યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લખનૌ ખાતે ઈન્ટરનેશનલ લેવલે કલ્ચર પ્રોગ્રામમાં બીજા નંબર મેળવી સંસ્કાર વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. જેમાં ચલાલાથી શ્લોક મહેતા, ઢોલરવાથી વાળા દિવ્યરાજ, દહીડાથી વાળા જયદીપ, લાખાપાદરના સોજીત્રા પ્રીત આ બાધાએ પોતાની અંદર છુપાયેલી કલા રજૂ કરીને સુંદર પર્ફોમન્સ આપ્યું હતું. માર્ગદર્શક શિક્ષક અરવિંદભાઈએ સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થાના શિલ્પી પૂ.ડો.રતિદાદા, સંચાલક ભારત ભૂષણ મહેશભાઈ મહેતા અને આચાર્ય શીતલબેન મહેતાએ શુભેચ્છા પાઠવી તથા મંત્રોચ્ચાર કરી વિદાય પાઠવી હતી.