જો તમે આ ડેડલાઈનને ભૂલી ગયા તો ૫૦૦૦ રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. જોકે, કેટલાંક કરદાતાઓ એવા પણ છે, જે સમય મર્યાદા સમાપ્ત થયા બાદ પણ કોઈ પેનલ્ટી વગર પોતાનું આઈટીઆર દાખલ કરી શકે છે. આવો તમને જણાવીએ કે કયા કરદાતાઓને છૂટછાટ મળશે. મહત્વનું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઇટીઆર ભરવાની ડેડલાઈનને ફરી એક વખત વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ કરી છે. ૩૧ ડિસેમ્બર બાદ આઇટીઆર ભરશો તો ૫૦૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
સરકાર દ્વારા આપવામાં આવેલી તારીખ બાદ રિટર્ન ફાઈલ કરવાથી ૫૦૦૦ રૂપિયાનો દંડ થઇ શકે છે. ઈન્કમ ટેક્સની સેક્શન ૨૩૪હ્લમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, કરદાતાઓની કમાણી ૫ લાખ રૂપિયાની અંદર હોય તો લેટ ફી તરીકે ૧૦૦૦ રૂપિયા ચૂકવવાનો નિયમ છે. ૫ લાખ રૂપિયાથી વધુની કમાણી પર દંડની રકમ વધી જશે.
જેની કુલ આવક બેઝીક છૂટછાટની લિમિટથી વધુ નથી તો તેમને આઈટીઆર ફાઈલ કરવામાં કોઈ પેનલ્ટી ભરવી નહીં પડે. જો કુલ આવક ઈન્કમ ટેક્સ છૂટછાટની બેઝીક લિમિટથી ઓછી રહે છે તો પછી મોડા રિટર્ન ફાઈલ કરવાને કારણે સેક્શન ૨૩૪એફ હેઠળ કોઈ દંડ ભરવો નહીં પડે.