બોલિવૂડની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક દિવસોથી મની લોન્ડરિંગ કેસને લઈને ઘણી ચર્ચામાં છે.મની લોન્ડરિંગ ગુનેગાર સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની તસવીર વાયરલ થઈ છે અને એવી માહિતી પણ સામે આવી છે કે સુકેશે જેકલીનને મોંઘી ગિફ્ટ્સ પણ મોકલી હતી. દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસના કારણે જેકલીન ફર્નાÂન્ડસ અને લેખક અદ્વૈત કલા વચ્ચેની ચર્ચાના કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. કહાનીઃ આ ચર્ચા ફિલ્મ લેખક અદ્વૈત કલા અને અભિનેત્રી જેકલીન વચ્ચે વોટ્સએપ પર થઈ હતી, જેની ચેટ્સની વિગતો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોંપવામાં આવી છે.
૩૧ જુલાઈના રોજ જક્લિનને લેખિકા અદ્વૈત કલાને એક વ્હોટ્સએપ કર્યું હતું, જેમાં જક્લિનને અદ્વૈત કલાને તેનું ઈમેલ આઈડી પૂછ્યું હતું, આ ઉપરાંત જક્લિનને એમ પણ કહ્યું હતું કે પણ હું કંઈક એવી ચર્ચા કરવા માંગુ છું જે અમારા માટે સરળ બને.ર્મેં જે કહ્યું તેની તે ભરપાઈ કરશે.
વાસ્તવમાં તપાસમાં જાણવા મળ્યું કે સુકેશના બોલવા પર જક્લિનને અદ્વૈતને પોતાના માટે વેબ સિરીઝની સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું હતું. આ સ્ક્રિપ્ટ કે સ્ટોરી માટે સુકેશ દ્વારા જેકલીન દ્વારા સ્ક્રિપ્ટ રાઈટર અદ્વૈત કલાને તેના ગુરુગ્રામ ફ્લેટમાં ૧૫ લાખ રૂપિયાનું પેકેટ પણ પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈડીએ અદ્વૈતનું નિવેદન પણ નોંધ્યું હતું.