ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ઈડરના ઉમેદપુરા ગામે ખેડૂતે ખેતરમાં ગાંજા વાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસે ખેતરમાં દરોડા પાડી ૧૧.૪૦ લાખનો ૧૧૪ કિલો ગાંજા ઝડપ્યો છે.ઉમેદપુરા ગામમાંથી ગાંજાના ૧૮૭ લીલા અને સૂકા છોડ જપ્ત કરાયા છે. ખેતર માલિક સહિત ૨ શખ્સો સામે આ ગુનો નોંધ્યો છે. પોલીસે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુનો પ્રતિબંધ હોવા છતા દારુનો જથ્થો તો ઝડપાતો હતો. પરંતુ હવે ગાંજાનું વાવેતર પણ ઝડપાયું છે.પોલીસે બાતમીના આધારે ઉમેદપુર ગામમાં દરોડા પાડીને ગાંજાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.