ટી-૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧માં અત્યંત નબળા પ્રદર્શન પછી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંન્યાસ લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રીપોર્ટસ અનુસાર હાર્દિક પંડ્યા કમરની ઈજોથી સતત પરેશાન છે. તેઓ પોતાની કારકીર્દી આગળ ધપાવવા માટે ક્રિકેટનો કોઈપણ એક ફોર્મેટને છોડી શકે છે. સૂત્રો અનુસાર ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લે તેવું સામે આવી રહ્યું છે.
બીસીસીઆઇના સૂત્રોએ જોણકારી આપી હતી કે હાર્દિક પંડ્યા વનડે અને ટી-૨૦ ક્રિકેટમાં રમવા માટે ટેસ્ટને અલવિદા કહી શકે છે, તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને વર્ષમાં ૨૦૧૯માં કમરમાં ઈજો થઈ હતી, ત્યાર પછી તેની સર્જરી પણ થઈ હતી. ત્યાર પછી પંડ્યા પહેલા જેવી બોલિંગ નથી કરી રહ્યા, જેનું ભોગ હાર્દિકને જ પડી રહ્યો છે.
બીસીસીઆઈના અધિકારીઓના જણાવ્યા મુજબ હાર્દિક પંડ્યા તેની ઈજો સામે ઝઝૂમી રહ્યો છે અને તે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા અંગે વિચારી રહ્યો છે, જોકે તેણે હજુ સુધી આ અંગે બોર્ડને સત્તાવાર રીતે જોણ કરી નથી. કોઈપણ રીતે, હાર્દિક પંડ્યા હજુ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ પ્લાનનો ભાગ નથી. જો કે, તેની નિવૃત્તિ ટીમ ઈન્ડિયા માટે એક મોટો આંચકો હશે અને ટીમે શક્ય તેટલી વહેલી તકે તેનો બેકઅપ શોધવો પડશે.