દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર રોહિત શર્મા ઈજાને કારણે આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને આ ઈજા મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન થઈ હતી. ઈજાગ્રસ્ત થવાને કારણે તે વધુ પ્રેક્ટિસ કરી શક્યો નહીં. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ૨૬ ડિસેમ્બરથી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા ૧૬ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થશે. ઈજાને કારણે ઓપનર રોહિત શર્માને બહાર કરી દેવાયો છે અને તેને બદલે ૩૧ વર્ષીય ગુજરાતી ખેલાડી પ્રિયાંક પંચાલને લેવાયો છે. રોહિત પોતાના સાથી અજિંક્ય રહાણે, રિષભ પંત, કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુરની સાથે બપોરે શરદ પવાર એકેડમીમાં નેટ્સ પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન રોહિતના હાથમાં ઈજા થઈ હતી. રોહિત ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા બાદ પ્રિયંકા પંચાલને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે રહાણેએ આશરે ૪૫ મિનિટ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ રોહિત શર્મા નેટમાં આવ્યો હતો. તેને ટીમ ઈન્ડિયાના થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુવેન્દ્રએ બેટિંગની પ્રેક્ટિસ કરાવી હતી. પરંતુ તેનો એક બોલ રોહિતના ગ્લવ્સ પર લાગ્યો. ત્યારબાદ રોહિતને ઈજા થઈ હતી.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિનન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ નીચે મુજબ છેઃ-
પ્રથમ ટેસ્ટ- ૨૬-૩૦ ડિસેમ્બર, સેન્ચુરિયન, સમય-૧.૩૦ PM (ભારતીય સમય)
બીજી ટેસ્ટ- જાન્યુઆરી ૦૩-૦૭, જાહાનિસબર્ગ, સમય-૧.૩૦ કલાક (ભારતીય સમય)
ત્રીજી ટેસ્ટ- ૧૧-૧૫ જાન્યુઆરી, કેપ ટાઉન, સમય-૨.૦૦ PM (ભારતીય સમય)
ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે ૩ મેચનીવનડે શ્રેણીનું શેડ્યૂલ
૧લી – ૧૯ જાન્યુઆરી, પાર્લ, સમય – ૨.૦૦ PM
૨જી – ૨૧ જાન્યુઆરી, પાર્લ, સમય – બપોરે ૨.૦૦ વાગ્યે
ત્રીજી – ૨૩ જાન્યુઆરી, કેપટાઉન, સમય – બપોરે ૨.૦૦ કલાકે