દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્થાનિક રોજગારીના વિકાસને ભાર આપી રહ્યા છે. જેના કારણે જેમને કાર્ય કુશળતા છે અને આર્થિક રીતે પગભર બનવુ છે તેવા કુશળ વ્યવસાયકારો માટે અનેક યોજનાઓ અમલમાં આવી છે. જેનો લાભ આજે દેશભરના અનેક લોકો લઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોને વ્યવસાયની નવી તકો ઉભી થઈ છે. દેશના ગામડાઓને મજબૂત બનાવતા તેમજ સ્થાનિક સ્તરે રોજગારી ઉભી કરવામાં સફળતા મળશે તો જ ગામડાઓમાંથી સ્થળાંતર અટકશે. ગૌ આધારિત કુટીર ઉદ્યોગો અને મહિલા
સ-શક્તિકરણ કાર્ય પ્રણાલી અને ગૌ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવા આજે ઘણા લોકો દ્વારા દેશવ્યાપી જન આંદોલન ઉભુ કરવાનો પ્રારંભ થઈ ચુકયો છે. ભારતીય કૃષિ પરંપરામાં ગાય અને ગાય આધારિત ખેતી તેમજ ગાયના ગોબરમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. દેશની જનતાએ સ્થાનિક વસ્તુઓની ખરીદી કરીને રોજગારી પૂરી પાડવામાં મદદરૂપ બનવુ જાઈએ. આજે આપણે એક એવા હિંમતવાન અને સાહસિક મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમની પાસે એક વિઘો જમીન નથી અને પોતાના ફળીયામાં બાંધવા માટે જગ્યા નથી અને ગાય પણ નથી છતા જેમના ઘેર દેશી ગાય છે તેમની પાસેથી ગોબર અને ગૌ મુત્ર વેચાતી લઈને આજે ગૌ-ઉદ્યોગ કેમિકલ્સ ફ્રી વસ્તુ બનાવે છે. આવા સફળ ઉદ્યમી છે, હર્ષાબેન યોગેશભાઈ સોરઠીયા જે મુળ અંજાર (કચ્છ)ના રહેવાસી છે. ગાયના ગોબરમાંથી વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવે છે. પછી વધુ પ્રોડકટસ બનાવીને વેચાણ કરે છે. ગાયના પવિત્ર ગોબરમાંથી દિવા, ધુપ, કપ, કુંડા, સ્ટીક- તોરણ, કલાત્મક ઘડીયાર, ગોબર મોબાઈલ ચિપ્સ, ઈકો ફેન્કલી રાખડીઓ, મૂર્તિઓ અને અન્ય સુશોભનની વસ્તુઓ ઘેર બેઠા બનાવે છે. હર્ષાબેન જણાવે છે કે, બહેનો ઘેર બેઠા ભરતકામ, સિલાઈકામ, ગૃહ ઉદ્યોગ સારી રીતે ચલાવી શકે છે. ગાયના ગોબરમાંથી તાલીમ લઈને વિવિધ વસ્તુ બનાવીને વેચાણ કરવી સારી અને સહેલી છે. આ માટે તેમને જિલ્લા અને રાજયકક્ષાના એવોર્ડ પણ મળ્યા છે. હર્ષાબેન યોગેશભાઈ સોરઠીયાનો સંપર્ક નં.૯પ૧ર૩પ૧૬૯૯ છે.

: તિખારો:
આકાશમાં ઉંચુ ઉડતુ પક્ષી પણ ઘમંડ નથી કરતુ ,કારણ કે એમને ખબર છે. જમીન ઉપર પાછો પગ રાખવાનો છે. માટે સત્તા, સંપતિ, સુંદરતા અને નક્કર આવડતનું કયારેય અભિમાન ન રાખવુ. સમય પૂરો થતા કોઈ બોલાવવાવાળુ પણ રહેતુ નથી. બોલો સાચુ ને.