‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧’ અભિયાન હેઠળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે ૩૪૨ શહેરોને સમ્માનિત કર્યા હતાં. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઈંદોર(મધ્ય પ્રદેશ)ને સતત ૫મી વાર ભારતનુ સૌથી સ્વચ્છ શહેર જોહેર કરવામાં આવ્યુ છે. વળી, સુરત(ગુજરાત) દેશનુ બીજુ અને વિજયવાડા(આંધ્ર પ્રદેશ) દેશનુ ત્રીજુ સૌથી સ્વચ્છ શહેર બન્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના સુરત અને આંધ્ર પ્રદેશના વિજયવાડાને દેશના બીજો અને ત્રીજો સૌથી સ્વચ્છ શહેર બનવા પર સમ્માનિત કર્યા છે. વળી, વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ ગંગા શહેરની કેટેગરીમાં વારાણસી(ઉત્તર પ્રદેશ) પહેલા સ્થાન પર છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં છત્તીસગઢને ભારતનુ સૌથી સ્વચ્છ રાજ્ય જોહેર કર્યુ છે. ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧’ માં સ્વચ્છ અને કચરા મુક્ત હોવા માટે શહેરોના નગર નિગમને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ કાર્યક્રમનુ આયોજન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ જે દિલ્લીના વિજ્ઞાન ભવનમાં થયુ.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ‘સફાઈમિત્ર સુરક્ષા પડકાર’ હેઠળ સારુ પ્રદર્શન કરનાર શહેરોને માન્યતા આપીને સ્વચ્થતા કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે.આ મંત્રાલય દ્વારા સીવનર અને સેપ્ટિકક ટેંકની મશીનકૃત સફાઈને પ્રોત્સાહન આપવા અને ‘ખતરનાક સફાઈ’ને રોકવા માટે શરુ કરવામાં આવેલી એક પહેલ છે. મંત્રાલયે કહ્યુ છે કે ૨૦૧૬માં માત્ર ૭૩ મુખ્ય શહેરોએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો પરંતુ વર્ષ ૨૦૨૧માં આ સર્વેક્ષણમાં ૪૩૨૦ શહેરોએ ભાગ લીધો.
આ સ્વચ્છ સર્વેક્ષણનુ છ્‌ઠુ સર્વેક્ષણ છે જે દુનિયાનુ સૌથી મોટુ શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ બની ગયુ છે.’ વડોદરા ગેંગરેપ-આપઘાત કેસઃ રેલ્વે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરનાર ૨ શકમંદોની અટકાયત ૫ કરોડથી વધુ લોકોએ આપી પ્રતિક્રિયા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ, ‘આ વર્ષના સર્વેક્ષણની સફળતાનુ અનુમાન તમે એ વાતથી લગાવી શકો છો કે આ વર્ષે ૫ કરોડથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી છે. ગયા વર્ષે આ સર્વેક્ષણ દરમિયાન ૧.૮૭ કરોડ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.’