ઇ.ડી. દ્વારા રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યવાહી સામે આજે સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. સાવરકુંડલા કોંગ્રેસની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, ભાજપ સરકારની કિન્નાખોરીનું હથિયાર બનીને જે રીતે ઇ.ડી. દ્વારા રાહુલ ગાંધીને ખોટી અને ગેરબંધારણીય રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં આજે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમે ન તો તૂટીશું કે ન તો પાછા હટીશું. તાનાશાહી સરકાર હારશે, સત્યની જીત થશે. તેવી નેમ રાખીને કોંગ્રેસ પરિવાર સાવરકુંડલા મામલતદાર કચેરી સામેના પટાંગણમાં ધરણા પર બેઠો હતો. પરંતુ સરકારની તાનાશાહીમાં કોઇપણને વિરોધ કરવાનો હક્ક આપવામાં આવતો નથી.