દિલ્લીમાં અતિ સુરક્ષિત લાલ કિલ્લા પાસે બામ્બ ધડાકો થયો. તેના તાર ફરીદાબાદ અને લખનઉની સાથે- ડાક્ટરો સાથે જોડાયેલા છે. અન્યાય, નિરક્ષરતા, નિર્ધનતાના કારણે મુસ્લિમો ત્રાસવાદી બને છે તેવા લૂલા બચાવને ફરી આ કેસમાં સંડોવાયેલા ડાક્ટર મુસ્લિમોએ જ તોડી પાડ્યો. મોદી સરકાર આવ્યા પછી કાશ્મીર બહાર ત્રાસવાદી આક્રમણ નહોતા થયાં, આ બામ્બ ધડાકાએ કલંક લગાવી દીધું. પહેલગામ ત્રાસવાદી આક્રમણ પછી મોદી સરકારે નવી નીતિ ઘડેલી કે કોઈ પણ ત્રાસવાદી આક્રમણને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે, શું દિલ્લીના બામ્બ ધડાકાને ગણવામાં આવશે? શું પાકિસ્તાન સામે ફરી આૅપરેશન સિંદૂર થશે?
ગુજરાતમાંથી પકડાયેલા ત્રણ ત્રાસવાદીઓ ‘રાઇસિન’ ઝેરથી મોટી પ્રાણહાનિ કરવાના હતા તો ફરીદાબાદમાં હજારો કિલો વિસ્ફોટક સામગ્રીથી મોટો વિનાશ સર્જવાની તૈયારી હતી. આ બધી ઘટનાઓ પરથી કહી શકાય કે દિલ્લીનો બામ્બ ધડાકો એ શૂળીનો ઘા સોઈથી ટળ્યો છે.
આ ઘટનાઓથી કેટલાક પ્રશ્નો ફરી ઉપસ્થિત થયા છે જે મીર કાસીમે ભારત પર આક્રમણ કર્યું ત્યારથી શાશ્વત છે.
૧. સ્વતંત્રતાનાં ૭૮ વર્ષેય ભાઈચારા, હિન્દુ-મુસ્લિમ એકતાના ગાન પછી શું મુસ્લિમોમાં રહેલી હિન્દુઓ પ્રત્યેની ઘૃણા ઓછી થઈ શકી છે ખરી? માત્ર હિન્દુઓને જ ભાઈચારાનો પાઠ ક્યાં સુધી ભણાવાશે?
૨. મુસ્લિમોમાં સમગ્ર ભારતમાં ઇસ્લામનું શાસન હોય તેવી પ્રબળ ઇચ્છા દૂર થઈ છે ખરી?
૩. સમગ્ર ભારતમાં શરિયતનું શાસન હોય તેવી પ્રબળ ઇચ્છા દૂર થઈ છે ખરી?
૪. મુસ્લિમો દર શુક્રવારે જુમાની નમાજ પઢવા ભેગા થાય છે. જ્યારે કોઈ સળગતો મુદ્દો હોય (અથવા સળગાવવામાં આવ્યો હોય) ત્યારે આ જુમાની નમાજ પછી ટોળું હિંસક બને છે. આવું કેમ?
૫. ફિલ્મોમાં વિલનના વિસ્તારમાં કોઈ જઈ શકતું નથી. જાય તો તેની તપાસ કરવામાં આવે છે. પોલીસને જવું હોય તો ટોળું ઘેરી લે છે. ત્યાં વિલનનો પોતાનો જ કાયદો ચાલતો હોય છે. વિલન બધા દુકાનદારો પાસેથી હપ્તા ઉઘરાવતો હોય છે. વિલન ઇચ્છે તે છોકરીને તેના સાગરિતો ઉપાડી લાવે અને શય્યા સુખ માણે. તે છોકરીને પછી તેના સાથીઓને આપી દેવામાં આવે. વિલન પોલીસની ફૂટેલી કારતૂસોને પૈસા વેરતો હોય, તેથી પોલીસ પણ તેની બાતમીદાર બની જાય.
આ વિસ્તારોમાં ડ્રગ્સથી માંડીને ચોરી-લૂટફાટ-વેશ્યાઓની દલાલી-અપહરણ-હત્યા-બળાત્કાર બધા અવૈધ ધંધા ચાલતા હોય છે.
શું આ બાબત મુસ્લિમોના વિસ્તારો માટે સત્ય નથી? શું પોલીસ કે કોઈ સામાન્ય નાગરિક જે રીતે બીજા બધા વિસ્તારોમાં આરામથી ફરી શકે છે, તે રીતે, મુસ્લિમોના વિસ્તારોમાં આરામથી ફરી શકે છે? એક સામાન્ય ઉદાહરણ જ આપું. અમદાવાદમાં હિન્દુ બહુલ જનસંખ્યાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવાય છે, ટાઇંગ વાન આડેધડ પાર્ક કરાયેલાં વાહનોને ઉઠાવી લઈ જાય છે, તે રીતે શું મુસ્લિમોના વિસ્તારમાં ટાઇંગ વાન આવું કામ કરી શકે? આ તો બહુ સામાન્ય અને નાનું ઉદાહરણ થયું. શું મુસ્લિમો લવજિહાદ નથી કરતા? લેન્ડજિહાદ નથી કરતા?
૬. જેમ વિલનના વિસ્તારોમાં તેનો કાયદો ચાલે છે તેમ આ દેશમાં મુસ્લિમોનો પણ પોતાનો કાયદો ચાલે છે. પર્સનલ લા. તેની વાત અગાઉ આ કાલમમાં આપણે કરી ચૂક્યા છીએ તેથી પુનરાવર્તિત નથી કરવી.
૭. મુસ્લિમો કોઈ પણ સંપત્તિને વક્ફ અધિનિયમ હેઠળ વક્ફ સંપત્તિ જાહેર કરી શકે છે, પછી તે સંસદ હોય કે સેનાની ભૂમિ. તેલંગાણામાં કાંગ્રેસ સરકારે શૈખપેટ ખાતે ૨,૫૦૦ ચોરસ યાર્ડની સેનાની ભૂમિ વક્ફ બાર્ડને મુસ્લિમ કબ્રસ્તાન બનાવવા માટે આપી દીધી ! તેણે જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીમાં મુસ્લિમોના મત મેળવવા આવું કર્યું. સૈનિકોએ ત્યાં જઈ બાંધકામ અટકાવી દીધું. વક્ફ બાર્ડના દુરુપયોગ વિરુદ્ધ કાયદો લવાયો તો તે કાયદાની કેટલીક જોગવાઈઓ સર્વોચ્ચ ન્યાયાલયે અટકાવી દીધી. તે પહેલાં પ. બંગાળમાં મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા થઈ હતી જેમાં હિન્દુઓને લક્ષ્ય બનાવાયા હતા. ગાંધીજીએ આખું જીવન હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ કર્યું પરંતુ મુસ્લિમોએ ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ-ધરણા-પ્રદર્શન કર્યા હોય તેનું ઉદાહરણ બતાવો. કોઈ શાહીનબાગમાં ધરણાની વાત કરશે તો તેમાંય ૧૯ જાન્યુઆરી ૧૯૯૦નો દિવસ ઉજવવામાં આવ્યો હતો અને ચિકનનેકથી ભારતના ટુકડા કરવાની વાત થઈ હતી.
૮. સડક પર ખુલ્લામાં નમાજ પઢવાનું ચલણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. આ પ્રાર્થના નથી, આ શક્તિપ્રદર્શન છે, ડરાવવાની વાત છે. તાજેતરમાં બેંગ્લુરુમાં કેમ્પેગોવડા વિમાન મથકની અંદર મુસ્લિમોએ નમાજ પઢી. વિમાન મથક અતિ સુરક્ષિત જગ્યા છે. ત્યાં આવું કરવાની અનુમતિ કેમ અપાઈ? આવા કિસ્સાઓ કર્ણાટક પૂરતા સીમિત નથી, તે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના વસ્ત્રાપુર તળાવ-બગીચામાં અને પ. બંગાળમાં પણ થાય છે.
૯. ૨૦૨૨માં ગુજરાત ચૂંટણી સમયે ભાજપે વચન આપ્યું હતું કે તે એન્ટિ રેડિકલ સેલ બનાવશે. શું થયું આ વચનનું? મુસ્લિમ કટ્ટરવાદ દૂર કરવા કેમ પગલાં નથી લેવાતાં? મસ્જિદોમાંથી જ ઉશ્કેરણી થાય છે. દિલ્લી બામ્બ વિસ્ફોટમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાનના મૌલવી ઈરફાન અહમદ વાગેય ઉપાખ્યે ઇમામ ઈરફાનની સંડોવણી હોવાનું પણ કહેવાય છે. ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ, તેણે વ્હાઇટ કાલર ટેરર નેટવર્ક વિકસાવ્યું હતું. તે મેડિકલ વ્યવસાયિકોની ભરતી કરતો હતો. નાણાં ઉઘરાવતો હતો. પરિવહનની વ્યવસ્થા કરતો હતો. આઈઈડી માટે આવશ્યક સામગ્રી પ્રાપ્ત કરવામાં સહાય કરતો હતો.
આવા કેટલા ઇમામ ભારતનાં શહેરોમાં હશે? તેમને પાછી આઆપ સરકાર પગાર આપે ! ભારતના તમામ મૌલવીઓનું રજિસ્ટ્રેશન કેમ નથી થતું? તેમનાં પ્રવચનો કેમ રેકાર્ડ કરાતાં નથી?
૧૦. મુસ્લિમ કટ્ટરતા વિરુદ્ધ ચીન જેવા કડક નિયમો ભારતમાં કેમ નથી? બિહારમાં વર્તમાન ચૂંટણીમાં રઘુનાથપુરના અભ્યર્થી (શાહબુદ્દીનના દીકરા)નું નામ ઓસામા છે ! ચીનમાં ઓસામા, સદ્દામ નામ નથી રાખી શકાતું. ભારતમાં તો સૈફ અલી ખાન – કરીના કપૂરના દીકરાનું નામ ગર્વથી તૈમૂર રાખવામાં આવે છે.
વિવિધ કંપનીઓને અપાતા હલાલ પ્રમાણપત્ર દ્વારા ચલાવાતા અર્થતંત્ર પર રોક ક્યારે? તેમાંથી ત્રાસવાદીઓને-અપરાધીઓને બચાવવા શું નાણાં નથી અપાતાં? હલાલ પ્રમાણપત્રના લીધે ભારતના નાગરિકો પોતે જ આ કંપનીઓનાં ઉત્પાદન ખરીદી પોતાના જ પગ પર કુહાડી મારે છે.
૧૧. મુસ્લિમોને રિઝવવા રાજકીય પક્ષો ઇફ્તાર પાર્ટી આપે છે. ઇફ્તાર આનંદનો અવસર બની રહે તો અલગ વાત છે પરંતુ તે શક્તિ પ્રદર્શન બની રહે છે.
૧૨. મુસ્લિમોના તહેવારોની ઉજવણીમાં પેલેસ્ટાઇન, પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થાય છે. ગયા વર્ષે શ્રીનગરમાં મુહર્રમ દરમિયાન આવું થયું હતું. શિયાઓ ભૂલી જાય છે કે તેઓ કાશ્મીરમાં ૩૦ વર્ષ પછી મુહર્રમ મનાવી શક્યા કારણકે અનુચ્છેદ ૩૭૦ અને સુન્નીઓના કટ્ટરવાદના કારણે- આતંકવાદના કારણે તેઓ મનાવી શકતા નહોતા. પાકિસ્તાનના ઝિયા ઉલ હકનું રહસ્યમય મૃત્યુ થયું ત્યારે તેઓ પણ હિંસાનો ભોગ બન્યા હતા.
૧૩. ભારતના મુસ્લિમોને કોણ શીખવે છે કે પેલેસ્ટાઇન માટે દેખાવો કરો? અને ચીનમાં મુસ્લિમો પર થતા દમન સામે ચૂપ રહો? પાકિસ્તાનમાં શિયા, અહમદિયા, ખોજા, મુહાજિર વગેરેના દમન સામે, ત્યાં શિયાઓની મસ્જિદમાં થતા બામ્બ ધડાકા અંગે ચૂપ રહો?
૧૪. ભારતના મુસ્લિમોમાં પાકિસ્તાન પ્રેમ ક્યાં સુધી રહેશે? બહુ દૂરની વાત નથી, ૨૦૨૧માં વડોદરામાં અને પાટણના સૂઠા ગામમાં ર૦-ર૦ મેચમાં પાકિસ્તાન સામે ભારતની હાર પછી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. (એ ફટાકડાથી તો ભાઈચારો ફેલાય, દિવાળી પર ફટાકડા ફૂટે તેનાથી જ પ્રદૂષણ ફેલાય !) કર્ણાટકના શિવમોગામાં પાકિસ્તાન સમર્થનમાં સૂત્રોચ્ચાર થયો હતો, કર્ણાટક કાંગ્રેસના મુસ્લિમ અભ્યર્થી નાસીર હુસૈનના રાજ્યસભામાં વિજય સમયે વિધાનસભાની બહાર પાકિસ્તાન ઝિંદાબાદનો સૂત્રોચ્ચાર થયો હતો.
જાન્યુઆરી ૧૯૪૮માં સરદાર પટેલે કોલકાતામાં જાહેરમાં ભાષણ આપતા કહ્યું હતું, “જે મુસલમાન આજે પણ ભારતમાં છે, તેમાંના અનેકે પાકિસ્તાનના નિર્માણમાં મદદ કરી હતી. શું તેમનો દેશ રાતોરાત બદલાઈ ગયો? મને સમજમાં નથી આવતું કે આ આટલું કેવી રીતે બદલાઈ ગયું? હવે તેઓ કહે છે કે તેઓ નિષ્ઠાવાન છે, અને પૂછે છે કે તેમની નિષ્ઠા પર પ્રશ્ન કેમ ઉઠાવાય છે? તો મારો ઉત્તર છે કે તમે અમને કેમ પ્રશ્ન પૂછો છો? પોતાને પૂછો.”
શું આવું પ્રવચન આજે કોઈ આપી શકે તેમ છે? શું આ બાબત આજે પણ પ્રાસંગિક નથી? કોઈ કહેશે કે બધા મુસ્લિમો ત્રાસવાદી નથી પરંતુ તેમની પાસે એ ઉત્તર છે કે બધા ત્રાસવાદી મુસ્લિમ જ કેમ હોય છે?
મુસ્લિમોમાં રાષ્ટ્રપ્રેમ જગાવવા મસ્જિદ-મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત કરાવનારા યોગી આદિત્યનાથ જેવા પગલાં સમગ્ર દેશમાં કેમ નહીં? થિયેટરમાં રાષ્ટ્રગીત વખતે પણ મુસ્લિમ બેસી રહે છે. વંદે માતરમ્નો વિરોધ છે કારણકે તેમાં ભક્તિ આવે છે. પણ જનગણમન ન ગાવા સામેય મૌલાના ફતવો બહાર પાડે છે. હઝરતબાલ દરગાહના ઝીર્ણોદ્ધારથી પ્રસન્ન નથી થતા, પણ તેના પર રાષ્ટ્રચિહ્ન અશોક સ્તંભનો વિરોધ કરી તેને તોડી નાખે છે.
૧૫. અમેરિકામાં ૧૧ સપ્ટે.ના ત્રાસવાદી આક્રમણ પછી ઈરાક અને અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું. લાદેનને પાકિસ્તાનમાં જઈને મારી નાખ્યો. દાટ્યો પણ નહીં. અમેરિકામાં મુસ્લિમો સામે શંકાની દૃષ્ટિ આવી ગઈ. વિમાન મથકો પર કપડાં ઉતારીને જડતી થવા લાગી. શાહરુખ ખાને પોતાની ફિલ્મના પ્રદર્શન માટે હોબાળો પણ કર્યો પરંતુ વાત ધ્યાને ન લેવાઈ. અરે ! પૂર્વ રાષ્ટ્રપતિ ડા. કલામને પણ તેમાંથી બાકાત રખાયા નહોતા. આપણે ત્યાં તો મોટું પદ ધરાવતા કે અભિનેતા-અભિનેત્રી હોય એટલે પોલીસ અને સંસ્થાવાળા લળી-લળીને કુર્નિશ કરવા લાગે છે. પત્રકારો ભાજપના સુધાંશુ ત્રિવેદી કે કાંગ્રેસના આલોક શર્માને તેમના આખા નામથી બોલાવે છે અને પાછળ ‘જી’ પણ નથી લગાવતા જ્યારે ઓવૈસીને ઓવૈસી સાહબ કહીને બોલાવે છે.
ભારતીયોના મનમાંથી આ ડર ક્યારે જશે? હા, મોગલોની દાસતા અને તે પછી કટ્ટરોની દાદાગીરીના કારણે સરેરાશ ભારતીયના ડીએનએમાં ડર પેસી ગયો છે. દસ હિન્દુ ઊભા હોય અને એક ટોપી-દાઢીધારી મુસ્લિમ આવે એટલે ઈદ તો પવિત્ર તહેવાર, ઇસ્લામ તો શાંતિનો મઝહબ આવી-આવી વાતો થવા લાગે. તે પણ ઉર્દૂપ્રભાવી હિન્દીમાં. અહીં ઉશ્કેરવાની વાત નથી. કોઈને ડરાવવાની વાત નથી. માત્ર ન ડરવાની વાત છે. દાસતા ત્યાગવાની વાત છે.
૧૬. ત્રાસવાદીઓને બૌદ્ધિક કવચ ક્યારે બંધ થશે? કેટલાક કલમઘસુઓને ભગવી સેના જ ખૂંચતી હોય છે. તેમને આતંકવાદી બાબર ગૌભક્ત અને સેક્યુલર લાગે છે. ઔરંગઝેબની સરખામણી વર્તમાન વડાપ્રધાન મોદી સાથે આડકતરી રીતે કરે છે. તેઓ મુસ્લિમ કટ્ટરતાને સારી દેખાડવા તેને હિન્દુઓની પ્રખરતા સાથે જોડી દે છે. હિન્દુઓનાં નિવેદનો તેમને ઝેર ફેલાવનારા લાગે છે પણ મુસ્લિમોની હિંસા તેમને ખૂંચતી નથી !
આવું જ ઉર્દૂવુડની ફિલ્મો અને ધારાવાહિકોમાં છે. ‘મિશન કાશ્મીર’, ‘ફિઝા’, ‘ફના’, ‘ખાકી’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘રઈસ’, ‘આઈસી ૮૧૪ઃ કંદહાર હાઇજેક’ વગેરેમાં પોલીસ નિર્દોષ મુસ્લિમને પકડી ત્રાસવાદી સાબિત કરે છે તેવું બતાવે છે અથવા ત્રાસવાદીનું માનવીય પાસું બતાવે છે, તેને નિર્ધનોને મદદ કરતા બતાવે છે. તેઓ પોલીસ કે સેનાના અત્યાચારના ભોગ બનેલા હોય છે અને તેથી ત્રાસવાદી બને છે. આવી ફિલ્મો અને ધારાવાહિકોમાં હિન્દુઓને ત્રાસવાદી બતાવાય છે.
ઉર્દૂવુડ અને દાઉદ ઇબ્રાહિમના સંબંધો છૂપા નથી. ‘સરફરોશ’ જેવી અપવાદરૂપ ફિલ્મમાં બતાવાયું પણ હતું કે ગુલફામ હસન જેવા ગાયકો અહીં આવીને પૈસા મેળવે છે અને આતંકવાદ પણ ફેલાવે છે. આજેય ખાલિસ્તાન સમર્થકના આરોપી દિલજીત દોસાંજની ફિલ્મ ‘સરદાર જી ૩’માં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમીરને લેવામાં આવે છે. ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ છોટા શકીલના ભંડોળથી બની હતી. આ ગુંડાઓ મંદાકિનીથી લઈને મોનિકા બેદી સુધીની અભિનેત્રીઓને પોતાના સંકેત પર નચાવતા, ફિલ્મોમાં લેવાની ફરજ પાડતા. દીકરો ઋત્વિક રોશન ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ આપી સુપરસ્ટાર બને તો ખાનોના પેટમાં તેલ રેડાવાના કારણે પિતા રાકેશ રોશન પર અંડરવર્લ્ડ ગોળીબાર કરાવે. આ અંડરવર્લ્ડ, આઈએસઆઈ ને ત્રાસવાદ અલગ-અલગ છે તેમ ન માનવું.
પેલેસ્ટાઇન/પાકિસ્તાન પ્રેમીઓ, તેમને છાવરનારા હિન્દુઓ, અભિનેતા-અભિનેત્રીઓ, ખેલાડીઓ, પત્રકારો અને કલમઘસુની તપાસ કરવી આવશ્યક છે.
૧૭. કટ્ટરોને રાજકીય પક્ષો દ્વારા રક્ષણ, સમર્થન કે પક્ષમાં પ્રવેશ ક્યારે બંધ થશે? મીડિયા ક્યાં સુધી આંખ આડા કાન કરશે? પ. બંગાળમાં સંદેશખાલીમાં શાહજહાં શૈખને તૃણમૂલ કાંગ્રેસે છાવર્યો ! પ. બંગાળમાં ઉત્તર દિનાજપુરના ચોપરામાં શરિયાના નિયમ પ્રમાણે એક મુસ્લિમ મહિલાને ‘જેસીબી’ તરીકે ઓળખાતા તૈજમુલ ઇસ્લામે જાહેરમાં માર માર્યો અને તૃણમૂલ કાંગ્રેસના ધારાસભ્ય હમીદુલ રહેમાને એમ કહી છાવર્યો કે તે મહિલા જંગલી પશુ જેવી હતી. તેની પ્રવૃત્તિ અસામાજિક હતી. હમીદુલ રહેમાન વિરુદ્ધ તૃણમૂલે શું પગલાં લીધાં?
હિન્દુ મહિલા પર ઉત્પીડનના સમાચાર પહેલા પાને સતસવીર છાપતા મીડિયા પણ આવા સમાચાર અંદર ખૂણેખાંચરે છાપી આ મુદ્દે ‘બેધડક’ મૌન રહે છે. રેલવેમાં ચાદર માગવા પર એક સૈનિક જિગર ચૌધરીને ટ્રેન એટેન્ડન્ટ ઝુબૈર મેમણ મારી નાખે છે ત્યારે તેના સમાચારમાં ‘નિર્ભય સત્ય’ છાપવાનો દાવો કરતા મીડિયામાં આ એટેન્ડન્ટનો મઝહબ તો છોડો, નામ પણ છુપાવી દેવામાં આવે છે જેથી નામ પરથી મઝહબની પરખ ન થઈ જાય.
૧૮. અને અંતે ગાંધીજીએ ઈશ્વર-અલ્લાહ તેરો નામ કહીને મુસ્લિમોની કટ્ટરતાને પોષણ આપ્યું. તે જ રીતે ‘હિન્દુ-મુસ્લિમોના ડીએનએ એક છે, પૂર્વજો એક છે’ તેવી વાત હિન્દુવાદી સંગઠનો કરે છે તેનાથી શું ફરક પડ્યો? ત્રાસવાદ બંધ થઈ ગયો? હિન્દુ શોભાયાત્રા પર મસ્જિદોમાંથી પથ્થરમારો બંધ થઈ ગયો? દિલ્લી જેવા બામ્બ ધડાકા બંધ થઈ ગયા?
નક્સલવાદીઓ સામે જેવી કડક નીતિ અપનાવી તેવી જ નીતિ આ ત્રાસવાદીઓ સામે અપનાવાશે ત્યારે જ તેનો ઉકેલ આવશે. ‘ઈધર ચલા મૈં ઉધર ચલા’ નીતિ અપનાવવાથી ‘ફિસલ ગયા’ જેવું જ થશે.
jaywant.pandya@gmail.com
આભાર – નિહારીકા રવિયા











































