ઇસ્લામ ધર્મના પૈગમ્બર વિશે વસીમ રીઝવી દ્વારા અવારનવાર અપમાનજનક ટિપ્પણીઓ કરાતા કોડીનારના બુખારી મહોલ્લામાંથી ઓલ ઈન્ડિયા શીઆ પર્સનલ લો બોર્ડના સેક્રેટરી (ગુજરાત) મુહંમદ હુસૈન અબરારહુસૈન નકવી (અબા)એ મુસ્લિમ સમાજના વડીલ અને નવયુવાનોને સાથે રાખી કોડીનાર પોલીસ મથક ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. મુસ્લિમ હીમાયતી કમિટિના આગેવાન ઇસુબઅલીભાઇ બેહરૂની, મેહંદીહસન નકવી, મુહંમદહુસૈન નકવીએ પ્રવચન આપ્યું હતું. તેમજ રેલી કાઢી વસીમ રીઝવી જેવા શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.