ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ જણાવ્યું હતું કે ૪,૦૦૦ કિલોગ્રામથી વધુ વજનવાળા સંચાર ઉપગ્રહ સીએમએસ-૦૩ ના પ્રક્ષેપણ માટે ૨૪ કલાકનું કાઉન્ટડાઉન શનિવારથી શરૂ થયું હતું. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આશરે ૪,૪૧૦ કિલો વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતીય ભૂમિ પરથી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ હશે. આ અવકાશયાનને એલવીએમ૩-એમ-૫ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે, જેને તેની ભારે ઉપાડવાની ક્ષમતા માટે ‘બાહુબલી’ ઉપનામ આપવામાં આવ્યું છે.ઇસરોએ અહેવાલ આપ્યો હતો કે લોન્ચ વ્હીકલને અવકાશયાન સાથે સંપૂર્ણપણે એસેમ્બલ અને સંકલિત કરવામાં આવ્યું છે અને પ્રી-લોન્ચ કામગીરી માટે અહીં બીજા લોન્ચ પેડ પર ખસેડવામાં આવ્યું છે. બાદમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,ઇસરોએ જણાવ્યું હતું કે, “કાઉન્ટડાઉન શરૂ થાય છે!! અંતિમ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ન્ફસ્૩-સ્૫ (મિશન) માટે કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે શરૂ થઈ ગયું છે.””જેમ જેમ આપણે લોન્ચની નજીક જઈ રહ્યા છીએ, બધી સિસ્ટમો તૈયાર છે,” અવકાશ એજન્સીએ જણાવ્યું હતું. ઇસરોએ જણાવ્યું હતું કે એલવીએમ૩(લોન્ચ વ્હીકલ માર્ક-૩) એ ઇસરોનું નવું લોન્ચ વ્હીકલ છે અને તેનો ઉપયોગ ૪,૦૦૦ કિલોગ્રામ વજનના અવકાશયાનને જીટીઓમાં મૂકવા માટે થાય છે.`









































