ઇશ્વરીયા પ્રાથમિક શાળામાં “મદદ” પીએમશ્રી યોજના હેઠળ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઇશ્વરીયા ગામના સરપંચ બાબુભાઈ વામજા, ઇશ્વરીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરુભાઈ રૂપાલા, શાળા મેનેજમેન્ટ કમિટીના (એસએમસી) અધ્યક્ષ ગીરીશભાઈ વામજા, ઉપાધ્યક્ષ દિનેશભાઈ રૂપાલા, સભ્ય મનહરસિંહ ઠાકોર અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોગ દિવસની ઉજવણીમાં શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પરેશભાઈ ગાંગડિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી