ઉદયપુરમાં દેહ વ્યાપારનું એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુખેર પોલીસ સ્ટેશને સ્વર્ણગઢ રિસોર્ટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે આ કેસમાં ૨૯ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર રિસોર્ટ સંચાલક હર્ષવર્ધન શાહ અને તેની સહયોગી નરગીસ ઉદયપુરની બહારથી છોકરીઓને બોલાવીને પૈસાના બદલામાં અનૈતિક પ્રવૃત્તિઓ કરાવતા હતા. માહિતી મળતાં પોલીસે ૧૫ યુવકો અને ૧૪ યુવતીઓની ધરપકડ કરી છે.
પર્યટન માટે પ્રખ્યાત ઉદયપુર શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિક્ષક યોગેશ ગોયલના નિર્દેશનમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પોલીસે એક નકલી ગ્રાહકને સ્થળ પર મોકલ્યો અને માહિતીની પુષ્ટિ કરી. માહિતી સાચી હોવાનું જાણવા મળતાં પોલીસે રિસોર્ટ સંચાલક સામે કાર્યવાહી કરી.
શહેરના એએસપી ઉમેશ ઓઝાના નિર્દેશનમાં, નાયબ પોલીસ અધિક્ષક કૈલાશ ચંદ્ર અને સુખેર પોલીસ સ્ટેશન અધિકારી રવિન્દ્ર ચરણની ટીમે કાર્યવાહી કરી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઇવેન્ટ્સના નામે અહીં વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ૧૫ આરોપી ગુજરાતના, ૫ મધ્યપ્રદેશના, ૨ દિલ્હીના, ૧ હરિયાણાના, ૨ જયપુરના, ૨ કોટાના અને એક અન્ય આરોપીનો સમાવેશ થાય છે.
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટમાં એક મોટી વાત સામે આવી છે. જે ૧૫ આરોપીઓ ઝડપાયા છે, તેમાં રાજકોટના ૯ સહિત ગુજરાતના ૧૫ લોકોનો સમાવેશ થાય છે. સિમેન્ટ અને લોખંડ કંપની ના ડિસ્ટીબ્યુટર ઝડપાયા છે. ટાર્ગેટ પૂરો કરનાર ડિસ્ટ્રબ્યુટરની ઉજવણી માટે ૧૪ રૂપલલનાઓ ઝડપાઈ હતી. ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિપોર્ટમાં ઉજવણી ચાલતી હતી. સુખેર પોલીસ સ્ટેશન દ્વારા ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું હતું.
પકડાયેલ આરોપીઓમાં : મિહિર ચૌહાણ, હર્ષિત અજમેરા, આશિષ, અશ્વન, કલ્પેશ ચોટલિયા, પ્રવીણ હિરાણી, વિપુલ પીપળીયા, નિલેશ નાકરાણી અર્જુન સિંહ ચૌહાણ સહિતના આરોપીઓ ઝડપાયા છે.







































