ભારત સરકારના ઉર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ડ બિલ નોટિફાય કરવામાં આવ્યું છે અને સરકાર વીજ ક્ષેત્રની જનરેશન, ટ્રાન્સમિશન તથા ડ્રિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને ખાનગીકરણ તરફ લઇ જવા માંગતી હોય, ત્યારે આવતી કાલ તા. ૮ ના રોજ ગુજરાત રાજ્ય સહિત દેશભરના ૧પ લાખથી વધુ વીજ કર્મીઓ, અધિકારીઓ આ બિલના વિરોધમાં રિસેસના સમય દરમિયાન દરેક સર્કલ, ડિવિઝન ઓફિસ તથા પાવર સ્ટેશનના સ્થળે ભેગા થઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ દ્વારા વીજ ક્ષેત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓને વીજ ક્ષેત્રના ખાનગીકરણથી થનાર ગેરફાયદાઓ અંગે જાગૃત કરાશે.