ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના ૪ લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોને હાશકારો થયો હતો. ચારેય લોકોને વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ૨ લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને ગાંધીનગર એલસીબી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમારની તબિયત લથડતા તેમને હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એલસીબી ઓફિસે માણસા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જે.એસ.પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી પણ તે લોકોની સાથે હાજર રહ્યા હતા. અહીં તેમની વિગતે પુછપરછ કરવામાં આવશે. જેમાં એજન્ટ અને તેની સિન્ડીકેટકેટ સહિતની માહિતી માંગવામાં આવશે. ઉપરાંત ચારેય જણા અહીંથી કેવી રીતે ગયા, એજન્ટની વિગતો, કયા રુટ પરથી નીકળ્યા હતા. વિઝા હતા કે નહીં. ખંડણીખોરોના અત્યાચાર સહિતની વિગતોના આધારે તપાસ આદરવામાં આવશે.જા કે ધારાસભ્યએ જણાવ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ, શાહ હૈ તો સલામતી હૈ, ગાંધીનગરના એસપી પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. એરપોર્ટથી તેમના પરિવાર સાથે વાત કરી લેવામાં આવી હતી. પીડિતોએ હજુ સુધી એજન્ટ અંગે પરિવારને જાણ કરી નહોતી. તેમનો પરિવાર અને માતા-પિતા પણ સમગ્ર બાબતે અજાણ હતા. ગેરકાયદે વિદેશ જવા અંગે પોલીસ ફરિયાદ થઈ નથી. વિદેશમાં સ્થાયી થવા માટે કોઈના કોઈ પ્રકારે વિદેશ જતા હોય છે. પરિવાર મજબુત થાય એ માટે સાહસ કરીને જતા હોય છે.બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારા ગામનાં યુવાનો સલામત પરત ફર્યા તે રાહતની વાત છે. અમારા ગામના અને સમાજના યુવાનો છૂટી ચુક્્યા છે અને ભારત અને ગુજરાત પરત ફરી ચુક્્યાં છે. જા કે આ અસંભવ લાગતા કામને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, જે.એસ.પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ રાતભર ભરચક મહેનત કરી હતી. અમે તેમનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું કે અમારા ગામના યુવાનોને છોડાવીને ભારત લાવ્યા છે. ખંડણી માંગનાર કોઈ બાબાખાન નામનો વ્યક્તી છે જે તહેરીનનો છે. વધુ માહિતી તો તપાસ બાદ જ સામે આવશે.બીજી તરફ ગામના સૂત્રોએ જણાવ્યું કે, ગામના જ એક એજન્ટે ભૂતકાળમાં એક પાકિસ્તાની એજન્ટ મારફતે બે-ત્રણ પેસેન્જરને અમેરિકા મોકલ્યા હતા. જે પેસેન્જર ઉતરી ગયા બાદ તેઓએ એજન્ટને પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી તે એજન્ટે ઓસ્ટ્રેલિયા માટે બીજા કેટલાક લોકોને મોકલવાનો તખ્તો ઘડ્યો હતો. જેના પગલે ગામના દંપતી સહિત ચાર પેસેન્જરોએ ઓસ્ટ્રેલિયા જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. નક્કી થયા મુજબ ૧૯મી ઓક્ટોબરે ચારેય ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થયા હતા. જેઓને બેંગકોક, દુબઈ થઈ તેહરાન એરપોર્ટ ઉતારવામાં આવ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતા જ ચારેયનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ પાછળ ગત્ત બાકી નાણા જવાબદાર હોવાનું પણ ગામલોકો માની રહ્યા છે. પરિવારને ૨૬ ઓક્ટોબર ખંડણી માટેનો ફોન આવતા ૪૦ લાખ જેટલી રકમ તો ચૂકવાઇ ગઈ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.