આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ન્દીરા ગાંધીની જયંતિ છે. તેમની યાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ન્દીરા ગાંધીને દિલ્લીમાં શક્તિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ પણ ન્દીરા ગાંધીને યાદ કર્યા.
મોદીએ ટિવટ કર્યુ, મે આજે પૂર્વ પ્રધાનમંત્રી ન્દીરા ગાંધીની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમનો જન્મ પ્રયાગરાજમાં ૧૯ નવેમ્બર, ૧૯૧૭ના રોજ થયો હતો. તેઓ દેશના ત્રીજો પ્રધાનમંત્રી હતા. મહારાષ્ટ્રના મંત્રી તેમજ એનપીસી લીડર નવાબ મલિકે લખ્યુ, ‘ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ન્દીરા ગાંધીએ તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ… તેમના દ્રઢ નેતૃત્વ અને વીરતાને આવનારી પેઢીઓ દ્વારા યાદ કરવામાં આવશે.
નલગોડાના સાંસદ, ટીપીસીસીના પૂર્વ અધ્યક્ષ ઉત્તમ કુમારે રેડ્ડીએ પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કરીને કહ્યુ કે આજે આપણા પ્રિય નેતા સ્વર્ગીય શ્રીમતી ન્દીરા ગાંધીજીની જયંતિ પર અમે તેમને યાદ કર્યા. તેમની નીતિઓએ ભારતને આત્મનિર્ભરતા, આર્થિક સમૃદ્ધિ તરફ અગ્રેસર કર્યા અને કરોડોને ગરીબીમાંથી બહાર કાઢ્યા.