સિંગાપોરના ન્યાય અને ગૃહ પ્રધાન કે ષણમુગમે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયાના એક ઇસ્લામી ઉપદેશકના સમર્થકોએ સિંગાપોરને ઇસ્લામથી ધૃણા કરનાર દેશ ગણાવ્યો છે અને ૯/૧૧ના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર ધમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયના ઉપદેશક અબ્દુલ સોમાદ બટુબારાના સિંગાપોરમાં પ્રવેશ પર ગયા સપ્તાહ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સોમાદ અને તેમની સાથે યાત્રા કરી રહેલા અન્ય છ લોકો ૧૬ મેના રોજ મેરાહ ફેરી ટર્મિનલ પહોંચ્યા હતાં.જો કે તેમને સિંગાપોરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો અને તેમને ઇન્ડોનેશિયા પરત મોકલી દેવામાં આવ્યા હતાં.
અ ઘટનાના એક દિવસ પછી સિંગાપોરના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સોમાદ ચરમપંથી અને અલગતાવાદી શિક્ષણના પ્રચાર માટે જોણીતો છે. જે સિંગાપોરના બહુ વંશીય અને બહુ ધાર્મિક સમાજમાં અસ્વીકાર્ય છે.
ષણમુગમે પત્રકારો સમક્ષ સિંગાપોરને આપવામાં આવેલ ધમકીની વિગતો આપી હતી. ધમકીમાં જણાવવામાં આવ્યું છે કે િસિંગાપોરને મુસલમાનો અને ઇન્ડોનેશિયાના લોકોથી માફી માગવા માટે ફક્ત ૪૮ કલાકનો સમય છે.