સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના યુવાન મહાવીરભાઇ નજુભાઇ ખુમાણ ખૂબ નાની વયે ઇન્ડિયન એરફોર્સમાં જોડાયેલ હોય અને તાજેતરમાં તેઓને સાર્જન્ટ (સિનિયર નોન કમિશન્ડ ઓફિસર) તરીકેનું પ્રમોશન મળતા જાબાળ ગામનું ગૌરવ વધ્યું છે. હાલમાં તેઓ દિલ્હી રક્ષા મંત્રાલય ખાતે એરફોર્સ ચીફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યા છે. પ્રમોશન મળવા બદલ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.