ઇન્ટરનેશનલ લીગ ટી ૨૦ ની ચોથી સીઝન ૨ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ શરૂ થશે અને આગામી સીઝનની પહેલી મેચ દુબઈ કેપિટલ્સ અને ડેઝર્ટ વાઇપર્સ વચ્ચે થશે. છેલ્લી સીઝનની ફાઇનલ મેચ પણ આ બે ટીમો વચ્ચે રમાઈ હતી અને દુબઈ કેપિટલ્સ ટીમે આ મેચ ચાર વિકેટથી જીતી હતી. હવે બંને ટીમો જીત સાથે સિઝનની શરૂઆત કરવા માંગશે.
આઇએલટી ૨૦ ૨૦૨૫-૨૬ માં, શારજાહ વોરિયર્સ અને અબુ ધાબી નાઈટ રાઈડર્સ ૩ ડિસેમ્બરે ટકરાશે. જ્યારે ગલ્ફ જાયન્ટ્‌સ ૪ ડિસેમ્બરે તેમની પહેલી મેચમાં અમીરાત ટીમ સામે ટકરાશે. તે જ સમયે, લીગ તબક્કો ૨૮ ડિસેમ્બરે સમાપ્ત થશે. ૨૦૨૫ માં કુલ ચાર ડબલ હેડર સુનિશ્ચિત થયેલ છે.
લીગ તબક્કો પછી, ૨૦ ડિસેમ્બરે ક્વોલિફાયર-૧ મેચ રમાશે. આ પછી, ૧ જાન્યુઆરીથી એલિમિનેટર મેચ યોજાશે. આ પછી, એલિમિનેટર-૨ એલિમિનેટરના વિજેતા અને ક્વોલિફાયર-૧ ની હારેલી ટીમ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ દુબઈના મેદાન પર રમાશે. આ વખતે લીગ મેચો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અને અબુ ધાબીના ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ઇન્ટરનેશનલ લીગ ટી ૨૦ ની અત્યાર સુધી ત્રણ સીઝન થઈ છે, જેમાંથી ગલ્ફ જાયન્ટ્‌સે પ્રથમ સીઝનનો ખિતાબ ૭ વિકેટથી જીત્યો હતો. ૨૦૨૪ માં,એમઆઇ અમીરાત અને દુબઈ કેપિટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં એમઆઇ ટીમે ૪૫ રનથી જીત મેળવી હતી. ત્યારબાદ ૨૦૨૫ સીઝનમાં, દુબઈ કેપિટલ્સે ફાઇનલમાં ચાર વિકેટથી જીત મેળવી હતી.
આઇએલટી ૨૦ ૨૦૨૫-૨૬ સીઝનમાં કુલ ૬ ટીમો ભાગ લેશે. આમાં અબુ ધાબી નાઈટ રાઇડર્સ, ડેઝર્ટ વાઇપર્સ, દુબઈ કેપિટલ્સ, ગલ્ફ જાયન્ટ્‌સ,એમઆઇ અમીરાત અને શારજાહ વોરિયર્સની ટીમોનો સમાવેશ થાય છે.