નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીના સવાલોના જવાબ આપવા બીજો દિવસે રાહુલ ગાંધી કાર દ્વારા તપાસ એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે કારમાં પ્રિયંકા ગાંધી પણ હતા. રાહુલને ઈડી ઓફિસમાં ડ્રોપ કર્યા બાદ પ્રિયંકા ત્યાંથી નીકળી ગયા હતા.કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા હોબાળાને કારણે ત્યાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.જો કે આ દરમિયાન વિરોધ કરતા કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાને ઢસડીને પોલીસે વાનમાં બેસાડી દીધા હતા. તેમના સિવાય અન્ય નેતાઓની પણ પોલીસે અટકાયત કરી છે. વિરોધ દરમિયાન સુરજેવાલા અને ચિદમ્બરમને ઈજો થઈ હતી.
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ સોમવારે રાહુલ ગાંધીની લગભગ ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. મોડી રાતની પૂછપરછ દરમિયાન રાહુલે ઈડીના અધિકારીને કહ્યું કે ‘શું રાત્રે અહીં જ રોકવાનો ઈરાદો છે. જો એમ હોય, તો હું ડિનર પછી આવું.’ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તેમના જવાબથી એજન્સી સંતુષ્ટ ન હતી. તેમની પાસેથી કેટલાક પેપર પણ મંગાવવામાં આવ્યા છે. રાહુલે ઘણી વખત એજન્સીના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે તેમને મંગળવારે ફરીથી બોલાવવામાં આવ્યા છે.
ઈડીએ પૂછ્યું હતું કે ૫૦ લાખનાં શેર માટે રૂપિયા કેવી રીતે ભેગા કર્યા? તમારી મિલકત ક્યાં-ક્યાં છે? શું વિદેશમાં કોઈ મિલકત છે? જો હા, તો ક્યાં અને કેટલી છે? એજેએલમાં તમારી ભૂમિકા શું હતી, તમે યંગ ઈન્ડિયામાં કેવી રીતે જોડાયા? યંગ ઈન્ડિયાના ડિરેક્ટર કેવી રીતે બન્યા? કંપનીની રચના ક્યારે થઈ? શું યંગ ઈન્ડિયા છત્નન્ને ટેકઓવર કરી શકશે? ૫. એજેએલની જવાબદારીને દૂર કરવા માટે ચુકવણી કોના નિર્ણય પર કરવામાં આવી હતી? સહિતના સવાલો પુછવામાં આવ્યા હતાં.
આ પહેલા સોમવારે સવારે ઈડીએ રાહુલની લગભગ ૩ કલાક પૂછપરછ કરી હતી. આ પછી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ લંચ બ્રેક લેવામાં આવ્યો હતો. ઈડ્ઢએ તેમને લંચ માટે કહ્યું, પરંતુ રાહુલે ના પાડી. આ પછી તેઓ સીધા પ્રિયંકા ગાંધી સાથે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ સોનિયા ગાંધીને મળવા ગયા હતા. લગભગ ૪૦ મિનિટ પછી રાહુલ ઈડ્ઢની ઓફિસમાં પાછા ફર્યા હતા. જે બાદ તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી.
અહીં પાર્ટીના પ્રવક્તા અને સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમની સાથે પોલીસ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હતી, તેમના ચશ્મા જમીન પર ફેંક્યા હતા, તેમની ડાબી પાંસળીમાં ફ્રેક્ચર છે. સાંસદ પ્રમોદ તિવારીને રસ્તા પર પટક્યા હતા. તેમને માથામાં ઈજો અને પાંસળીમાં ફ્રેક્ચર છે. શું આ લોકશાહી છે?