ઇડી અપરાધીઓની વિદેશી મિલકત સામે સ્થાનિક એસેટ્‌સ ટાંચમાં લઇ શકે ઃ હાઇકોર્ટ
(એ.આર.એલ),ચેન્નાઈ,તા.૩
મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે અને દેશના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વિદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ઊભી કરાયેલી મિલકતો સામે એટલા જ મૂલ્યની સ્થાનિક એસેટ્‌સ ટાંચમાં લઇ શકે. કોર્ટે ચેન્નાઇની કંપનીઓએ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે આવી ટિપ્પણી કરી હતી.
મદ્રાસ હાઇકોર્ટે મંગળવારે ત્રણ કંપનીની અરજીના જવાબમાં કહ્યું હતું કે, ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૨(૧)(યુ) હેઠળ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, ‘દેશમાં કે વિદેશમાં’ સમાન મૂલ્યની મિલકત ‘ગુનામાંથી એકત્ર ભંડોળ’ ગણાશે.’ ચેન્નાઇની ત્રણ કંપનીએ એવી દલીલ કરી હતી કે, તેમની સાથે સંકળાયેલા લોકો કે શેરધારકોએ કરેલા કથિત ગુના માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા તેમની જે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તેની ખરીદી કથિત બેન્ક લોન ફ્રોડના ગુનાથી ઘણા સમય પહેલાં ખરીદવામાં આવી હતી.મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ‘ગુનાહિત પ્રવૃત્તિને કારણે વ્યÂક્ત કેટલીક પ્રોપર્ટી દેશની બહાર ધરાવતી હોય તો એટલા જ મૂલ્યની દેશની અંદર રહેલી મિલકતને ઇડી ટાંચમાં લઈ શકે.’ હાઇકોર્ટે ૧૪ પાનાંના આદેશમાં જણાવ્યું હતું કે, ‘જાગવાઇનો મુખ્ય હેતુ દેશના આર્થિક હિતનું રક્ષણ કરવાનો છે. દેશમાં રહેલી ટાંચમાં લેવાયેલી પ્રોપર્ટી ગુના કે ગુનાહિત પ્રવૃત્તિના નાણાંમાંથી ખરીદાઈ હોય એ જરૂરી નથી. જાગવાઇનો હેતુ એ બાબત નિશ્ચિત કરવાનો છે કે ભારત બહાર કરાયેલી ગુનાહિત પ્રવૃત્તિમાંથી ઊભી કરાયેલી ટાંચમાં લઈ શકાય.’કંપનીઓએ દલીલ કરી હતી કે, તેમની સાથે સંકળાયેલા લોકો કે શેરધારકોએ કરેલા કથિત ગુનામાટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં. જાકે, કોર્ટે તેને ફગાવી દીધી હતી. ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે, બેન્ક લોનની રકમનું વિવિધ કંપનીઓ દ્વારા ટ્રાન્ઝેક્શન કરાયું હતું અને ૨૦૧૮માં આ મામલ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હતો. સીબીઆઇને એફઆઇઆરને ધ્યાનમાં લીધા પછી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.