ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી સાઇટના સંચાલન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની ૧૧.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઈડી અધિકારીઓએ ૬ નવેમ્બરના રોજ આ જાહેરાત કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ ૧એકસબીએ સામેના કેસમાં ધવનની ૪.૫ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને રૈનાના ૬.૬૪ કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે.ફેડરલ એજન્સીની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ ૧ટમ્ીં અને તેના સરોગેટ્સને પ્રોત્સાહન આપવા માટે જાણી જાઈને વિદેશી કંપનીઓ સાથે એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતા. આ તપાસના ભાગ રૂપે, ઈડીએ બે ભૂતપૂર્વ ક્રિકેટરો, જેમાં યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા, તેમજ અભિનેતા સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા, તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હઝરાનો સમાવેશ થાય છે, તેમની પૂછપરછ કરી છે.










































